
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારીના ચીખલીના તલાવચોરા ગામે લગ્ન પૂર્વે જ દુલ્હનનો મૃતદેહ તળાવમાંથી મળતા ચકચાર મચી..
પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકા ધીરૂભાઈ આહીર ઉ.વ.૨૨ નો મૃતદેહ ગામના તળાવમાંથી મળી આવ્યો છે. મૃતદેહની સાથે મોબાઈલ પણ ફોર્મેટ મારેલી હાલત મળી આવ્યું છે. પ્રિયંકાના લગ્ન આગામી 23 ફેબ્રુઆરીએ લેવાયા હતા. પરંતુ લગ્ન પહેલાં દુલ્હન પ્રિયંકાનો મૃતદેહ મળતા પરિવારમાં દુઃખોનું પહાડ તૂટી જવા પામવાની સાથે લગ્નનાં માહોલ વચ્ચે માતમ છવાયો છે આ ઘટના અંગેની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે દુલ્હનના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી જોકે, આ હત્યા છે કે આત્મહત્યા હજુ કોઈ ચોક્કસ માહિતી મળી નથી હાલે ચીખલી પોલીસ વધુની તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]



