
ઓલપાડના કુંદિયાણા ખાતે તાલુકા ક્ક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

ઓલપાડ : ઓલપાડ તાલુકાના કુંદિયાણાખાતે તાલુકા કક્ષાના 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ઓલપાડ મામલતદાર એલ.આર.ચૌધરીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પ્રસંગોચિત ઉદબોધન કરી રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે શાળાના બાળકોએ દેશભક્તિ ની કૃતિ રજુ કરી હતી ઓલપાડ તાલુકાની જાહેર સરકારી તથા સહકારી સંસ્થાઓ,શાળા,કોલેજો સહિત સરકારી કચેરીઓમાં આન-બાન- શાન સાથે ત્રિરંગો લહેરાવી દેશપ્રેમી પ્રજાજનોએ રાષ્ટ્ર્રને સલામી આપી હતી.પોલીસ સ્ટેશનમાં પીઆઇ એમ. બી. તોમરના વરદ્દહસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. જેમાં હોમગાર્ડ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તસ્વીર મહેન્દ્રસિંહ માંગરોલા
[wptube id="1252022"]