OLPAD

સાયણ સુગર ખાતે  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણની  જાગૃતિ લાવવા માર્ગદર્શન યોજાયું

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્રસિંહ માંગરોલા ઓલપાડ
સાયણ સુગર ખાતે  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણની  જાગૃતિ લાવવા માર્ગદર્શન યોજાયું
ઓલપાડ ઓલપાડ તાલુકાના  સાયણ  નજીક આવેલ સાયણ સુગર ફેકટરી મીટીંગ હૉલ ખાતે  રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાહકજન્ય રોગ અંગે  જનસમુદાય માં જાગૃતિ લાવવા  માટે વાહકજન્ય રોગ તેમજ નિષ્શ્ય પોષણ સહાય યોજના અંતર્ગત સહાય કીટ વિતરણ  પ્રોગ્રામ જિલ્લા આરોગ્ય શાખા માર્ગદશન હેઠળ કરવામા આવ્યું હતું.
જેમાં સાંધિયેર તેમજ સાયણ વિસ્તાર ના ૩૦ દર્દી ને સહાય કીટ આપવા આવી જેમાં સરપંચ શ્રી ઓ વોર્ડ ના સભ્યો તથા ફેકટરી ના માલિકો ને પણ માર્ગદર્શન આપવા આવ્યું જેમાં તાલુકા પંચાયત ના પ્રમુખ  અમિતભાઈ ,સાયણ સુગર ના ચેરમેન રાકેશભાઈ, જિલ્લા પંચયતના ના સભ્ય  અશોકભાઈ, રાઠોડ વનરાજસિહ બારાડ શાસક પક્ષ ના નેતા ,મુકેશ ભાઈ પટેલ  કારોબારી અધ્યક્ષ ,તાલુકા પંચાયત ના સભ્ય દીપેશભાઈ ,તાલુકા પંચાયત ના સભ્ય લાલુભાઈ  પાઠક સહીત  વિસ્તાર ના સરપંચ  તેમજ પંચાયત્ત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા કક્ષાએ થી  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઈ પટેલ ,  જિલ્લા મલેરીયા અધિકારી અતીત ડામોર , જિલ્લા ક્ષય અધિકારી  દિનેશ વસાવા  તાલુકા આરોગ્ય અધિકારી , કુનાલ જરીવાલા , સાંધિયેર  પી.એચ.સી મેડીકલ ઓફીસર  તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા .

[wptube id="1252022"]
Back to top button