JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

Jamnagar : એપલ ઇન્ટરનેશનલ સ્કૂલે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ માં મેળવ્યું ગૌરવ

” નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ 2023-24 ” ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ( ગુજકોસ્ટ) ગાંધીનગર , DPEO કચેરી જામનગર , તથા શ્રી એમ. ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ નાં સંયુક્ત ઉપક્રમે ” નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ – 2023-24 ” કાર્યક્રમ નું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું હતું.જેમાં જામનગર જિલ્લા ની તથા શહેરની શાળાઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં બાળકો દ્વારા પણ પંદર થી વધુ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.જેમાં કુલ 4503 પ્રોજેક્ટ નું રજિસ્ટ્રેશન થયેલ . જે પૈકી કુલ 200 પ્રોજેક્ટ ની પસંદગી કરવામાં આવી હતી.જેમાં એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં કુલ 05 પ્રોજેક્ટ ની પાસંગી પામેલ.આ કાર્યક્રમમાં સભાયા પ્રિન્સ ,માંડવીયા શ્યામ , વૈષ્ણવ હર્ષ, દતાણી હર્ષ , ભંડેરી ધાર્મિક તેમજ શાળાનાં વિજ્ઞાન વિષય ના શિક્ષક અકબરી ફોરમબેન, દોમડિયા નીરાલીબેન, ચાંગાણી જીલ વગેરે આ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.જેમાં પંદર કરતાં વધુ પ્રોજેક્ટ્સ તૈયાર કરાવનાર શાળાઓમાં એપલ ઇન્ટરનેશનલ સ્કૂલ એ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.તેમજ શાળાનાં શિક્ષિકા બહેનો અકબરી ફોરમબેન અને દોમડિયા નીરાલીબેન ને સક્રિય શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવેલ.આ એવોર્ડ્સ પ્રાપ્ત કરી શાળા નાં વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષકોએ શાળા નાં ગૌરવમાં વધારો કર્યો છે.અને સાથે સાથે તેમના માતા પિતા નું નામ રોશન કર્યું છે.તે બદલ શાળા પરિવાર તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

[wptube id="1252022"]
Back to top button