NATIONALSPORTS

World Cup : ન્યૂઝીલૅન્ડને 70 રને હરાવી, ભારતની વર્લ્ડકપ ના ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી

ન્યૂઝીલૅન્ડને 70 રને હરાવી, ભારતની વર્લ્ડકપ ના ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી

ભારતમાં આયોજિત વનડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. અને ચાર વિકેટે 397 રન કરીને ન્યૂઝીલૅન્ડની ટીમ સામે 398 રનનો ‘અશક્ય’ જણાતું લક્ષ્‍ય મૂક્યું હતું.

અત્યાર સુધી તમામ લીગ મૅચોમાં જીત હાંસલ કરી શ્રેષ્ઠ ફૉર્મમાં જણાઈ રહેલી ભારતીય ટીમનો મુકાબલો મુંબઈના આઇકોનિક વાનખેડે સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલૅન્ડ જેવી ટુર્નામેન્ટની મજબૂત ટીમ સામે હતો.

વિરાટ કોહલીએ મૅચમાં પોતાની કારકિર્દીની 50મી સદી ફટકારવાનો રેકૉર્ડ સર્જી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવનાર ખેલાડીનો કીર્તિમાન પોતાના નામે કરી મૅચ યાદગાર બનાવી હતી.

વિરાટ સહિત શુભમન ગિલ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની તાબડતોડ બેટિંગે પણ રંગ રાખ્યો હતો.

શમીએ ન્યૂઝીલૅન્ડના ટૉપ ઑર્ડરને જાણે એકલા હાથે ધ્વસ્ત કરી નાખ્યો. અને ટીમ ઇન્ડિયાની જીત સુનિશ્ચિત કરી હતી.

શમીના ‘મૅચ વિનિંગ’ બૉલિંગ પ્રદર્શનને બળે ભારતે 70 રને મૅચ જીતીને વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું.

આ વર્લ્ડકપમાં ભારતે સતત દસમી મૅચ જીતીને ‘અજેય ટીમ’ તરીકેની પોતાની છબિ જાળવી રાખી હતી.

વિરાટના પ્રદર્શનની સચીન તેંડુલકરનો વનડેમાં સૌથી વધુ (49 સદી)નો રેકૉર્ડ તોડવામાં સફળ રહ્યા છે.

તો શ્રેયસ અય્યરે પણ ધમાકેદાર બેટિંગ કરીને સદી ફટકારી છે. અય્યરે 70 બૉલમાં આઠ સિક્સરની મદદથી 105 રન કર્યા છે.

કોહલીની દમદાર બેટિંગ અને અન્ય બૅટ્સમૅનોના ધુંઆધાર પર્ફૉર્મન્સને બળે ભારતે મોટો સ્કોર ખડકી દીધો છે.

આ મૅચમાં સદીની સાથોસાથ કોહલીએ એક વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેમણે સચીનનો વર્ષ 2003ના વર્લ્ડકપનો 673 રનનો રેકૉર્ડ તોડ્યો હતો.

તેમણે દસ મૅચમાં 711 રન બનાવી આ કીર્તિમાન હાંસલ કર્યો છે.

આટલા મોટા સ્કોરનો પીછો કરવાની વાતે ટીમ પર ‘માનસિક દબાણ’ સર્જ્યું હોવાનું પણ દેખાઈ રહ્યું હતું.

શરૂઆતની ઓવરોમાં વિકેટ જાળવીને રમતા ન્યૂઝીલૅન્ડની પાંચ ઓવર સુધી વિકેટ પડી નહોતી. પરંતુ બૉલિંગમાં મોહમ્મદ શમીના આગમનની સાથે જ ભારતને મૅચમાં મહત્ત્વપૂર્ણ વિકેટ હાંસલ થઈ. અને શમી આ વર્લ્ડકપમાં પોતાના જબરદસ્ત પર્ફૉર્મન્સનું મૉમેન્ટમ જાળવી રાખ્યું હોવાનો પુરાવો આપી દીધો.

ભારત તરફથી મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં માત્ર 57 રન આપી સાત વિકેટ ખેરવી. આ સાથે જ તેઓ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ (23) ઝડપનાર બૉલર બની ગયા હતા.

[wptube id="1252022"]
Back to top button