NATIONAL
લોકસભા ચૂંટણી 2024માં પાંચમા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. 11 વાગ્યા સુધી 23.66% મતદાન થયું

લોકસભા ચૂંટણી 2024માં પાંચમા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે. 11 વાગ્યા સુધી 23.66% મતદાન થયું છે. બંગાળમાં સૌથી વધુ 32.70 % મતદાન થયું છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી ઓછુ 15.93 % મતદાન થયું છે.પશ્ચિમ બંગાળની હાવડા લોકસભા સીટના લીલુઆહના ઈન્ડિયન સ્કૂલના બૂથ નંબર 176 પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ છે. પ્રિસાઇડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી અને આ પછી મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. તે જ સમયે, બોનગાંવ લોકસભા સીટના સ્વરૂપનગર વિધાનસભા ક્ષેત્રના નવાબકાટી મોરલ પાડા વિસ્તારમાં મતદારોને મારવાની ફરિયાદો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મતદારો બીજેપી સમર્થક છે.
| રાજ્ય | 11 વાગ્યા સુધીમાં મતદાન |
| બિહાર | 21.11% |
| જમ્મુ અને કાશ્મીર | 21.37% |
| ઝારખંડ | 26.18% |
| લદ્દાખ | 27.87% |
| મહારાષ્ટ્ર | 15.93% |
| ઓડિશા | 21.07% |
| ઉત્તર પ્રદેશ | 27.76% |
| પશ્ચિમ બંગાળ | 32.70% |

[wptube id="1252022"]





