NATIONAL

લોકસભામાંથી બે સાંસદોને સસ્પેન્ડ, અત્યાર સુધી 143 સાંસદ સસ્પેન્ડ

સંસદની સુરક્ષામાં ચૂકને લઇને વિવાદ ચાલુ છે. લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બુધવારે સદનની અવગણનાને લઇને સ્પીકરે બે વિપક્ષી સભ્યો સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવતા 143 સાંસદ અત્યાર સુધી સસ્પેન્ડ થયા છે. આ પહેલા લોકસભામાંથી 95 અને રાજ્યસભાના 46 સાંસદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય તરફથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદો માટે એક સર્કુલર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સસ્પેન્ડ થયેલા સાંસદોને પાર્લામેન્ટ ચેમ્બર, લૉબી અને ગેલેરીમાં એન્ટ્રી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

લોકસભા સર્કુલરમાં લખવામાં આવ્યું છે, “સસ્પેન્ડ થયા પછી સસ્પેન્ડના સમય દરમિયાન નીચે આપેલા પરિણામોનો સામનો કરવો પડશે. તે સસ્પેન્ડ સાંસદ પાર્લામેન્ટ ચેમ્બર , લૉબી અને ગેલેરીમાં એન્ટ્રી કરી શકતા નથી. જો સસ્પેન્ડ થયેલા સાંસદ કોઇ સંસદીય સમિતિનો ભાગ હતા તો તેમણે તેમાંથી પણ સસ્પેન્ડ ગણવામાં આવશે, તેમના નામ પર સંસદમાં કોઇ પણ રીતનું કામ નહીં કરી શકાય, તેમના દ્વારા આપવામાં આવેલી નોટિસ પર સ્વીકાર કરવામાં નહીં આવે.’

સર્કુલરમાં કહેવામાં આવ્યું છે, ‘સસ્પેન્ડ થવાના સમય દરમિયાન સમિતિની ચૂંટણીમાં તેમને વોટિંગનો અધિકાર નથી. જો તેમણે બાકી રહેલા સત્ર માટે પણ સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે તો દૈનિક ભથ્થુ પણ આપવામાં નહીં આવે. ડ્યૂટીના સ્થળ પર સાંસદોનું રહેવું સેલેરીના સેક્શન 2 (ડી) હેઠળ ડ્યૂટી પર રહેણાંક તરીકે માનવામાં નથી આવી શકતું. સંસદ સભ્યોના ભથ્થા અને પેન્શન અધિનિયમ, 1954 સમય સમય પર સંશોધિત થતા રહે છે.’

સંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે વિપક્ષી સાંસદોની માંગ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સદનમાં આવીને નિવેદન આપે. સંસદમાં આ ઘટનાને લઇને હોબાળો થયો હતો જે પછી 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાને લઇને 22 ડિસેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, તેમનું કહેવું છે કે સાંસદોએ માત્ર અમિત શાહના નિવેદનની માંગ કરી હતી.

ખડગેએ કહ્યું, ‘અમે કેટલાક નિર્ણય કર્યા છે જેમાંથી એક સસ્પેન્ડ સાંસદોને લઇને છે. અમે તેમના વિરૂદ્ધ લડીશું. આ ખોટુ છે. અમે તેના વિરૂદ્ધ લડવા માટે ભેગા થયા છીએ. અમે 22 ડિસેમ્બરે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા વિરૂદ્ધ અખિલ ભારતીય વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો છે.’

[wptube id="1252022"]
Back to top button