વારાણસી BHU યૂનિવર્સિટીની વિદ્યાર્થિનીના કપડા ઉતરાવનારા BJP IT સેલ સાથે જોડાયેલા ત્રણ આરોપી ઝડપાયા

IIT બીએચયૂમાં 2 મહિના પહેલા ગેન્ગરેપ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ ઘટનાના 60 દિવસ પછી કરવામાં આવી છે. મહત્ત્વપૂર્ણ છે કે IIT કેમ્પસમાં અડધી રાત્રે બુલેટ પર આવેલા ત્રણ યુવકોએ ગન પોઇન્ટ પર વિદ્યાર્થિનીના કપડા ઉતરાવ્યા હતા અને તેનો વીડિયો બનાવડાવ્યો હતો. આ ઘટના પછી યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓઓ કેમ્પસમાં સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ત્રણેય આરોપી BJP IT સેલ સાથે જોડાયેલા હોવાનું જાણાવ મળે છે.
રિપોર્ટ્સ અનુસાર પકડાયેલા તમામ આરોપી વારાણસીના જ છે અને પોલીસે તેમની બુલેટ બાઇક પણ જપ્ત કરી છે. આરોપીઓનું નામ કૃણાલ પાંડેય, અભિષેક ચૌહાણ અને સક્ષમ પટેલ છે જેમણે વારાણસીથી ધરપકડ કરવામાં આવી છે.
2 નવેમ્બરે પીડિત IIT સેકન્ડ યરની વિદ્યાર્થિની પોતાની ન્યૂ ગર્લ્સ હોસ્ટેલમાં રાતના લગભગ દોઢ વાગ્યે વૉક પર નીકળી હતી, ત્યારે રસ્તામાં મળેલા એક સાથી સાથે થોડી આગળ વધી ત્યારે બુલેટ બાઇક પર આવેલા અજાણ્યા યુવકો કેમ્પસની અંદર આવ્યા હતા અને વિદ્યાર્થિની અને વિદ્યાર્થી સાથે બળજબરી કરવા લાગ્યા હતા.
પીડિત વિદ્યાર્થિનીએ જણાવ્યુ કે તેને અલગ લઇ જઇને તેને ડરાવવામાં આવી હતી અને તેના કપડા પણ ઉતરાવવામાં આવ્યા હતા અને કિસ પણ કરી હતી. આટલું જ નહીં આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો અને વિદ્યાર્થિનીનો મોબાઇલ નંબર પણ લઇ લીધો હતો. પોલીસે વિદ્યાર્થિનીની ફરિયાદ પર લંકા પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 354 (ખ), 506 અને 66 આઇટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ IIT-BHU કેમ્પસમાં ધરણા પ્રદર્શન કર્યું હતું, બાદમાં આ પ્રદર્શન રસ્તા પર આવી ગયુ હતુ.