
દિલ્હીના જંતર-મંતર પર WFIના વડા બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી મામલે વિરોધ કરી રહ્યા છે. આ હડતાળનો આજે 15મો દિવસ છે. હવે ધીમે ધીમે ખેડૂતો પણ આ હડતાળમાં જોડાઈ રહ્યા છે.
હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો જંતર-મંતર પહોંચ્યા છે. આ પહેલા બૃજભૂષણે એક વીડિયો જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે જો મારી સામેનો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતાની જાતે ફાંસો ખાઈ લઈશ. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા સ્ટાર કુસ્તીબાજોના નેતૃત્વમાં કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બૃજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ જંતર-મંતર પહોંચી ગયા છે. તે કુસ્તીબાજોને પણ સપોર્ટ કરી રહ્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે અમે શાંતિપૂર્ણ રીતે મહાપંચાયત કરી રહ્યા છીએ. જો પોલીસ ખેડૂતોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ જશે તો તે જ પોલીસ સ્ટેશનમાં મહાપંચાયત યોજાશે. ખેડૂતો અને ખાપ દ્વારા દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસે જંતર-મંતર તેમજ દિલ્હી-હરિયાણાની તમામ સરહદો પર તેની ગતિવિધિ વધારી દીધી છે. ખાસ કરીને સિંઘુ બોર્ડર અને ટિકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.










