NATIONAL

કોરોનાની સારવારમાં એન્ટીબાયોટિકના ઉપયોગની જરૂર નહતી : WHO

વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના અભ્યાસમાં કોરોના દરમિયાન એન્ટી બાયોટિક દવાના વધુ ઉપયોગ અંગે ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ઓવર એન્ટીબાયોટિકસથી સુપર બગ એટલે કે એન્ટીબાઇક્રોબિયલ રેજિસ્ટેંસ (એએમઆર)ને વધુ ફેલાવી દીધો છે. એએમઆર પ્રતિકારાત્મક ક્ષમતા છે જે વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક શરીરમાં પેદા થવાથી થાય છે.

આના કારણે શરીર પર દવાઓ ખાસ કરીને એન્ટીબાયોટિકસની અસર ઓછી થઇ જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર દુનિયા ભરમાં જે લોકો કોવિડ પોઝિટિવ થયેલા લોકો હોસ્પિટલમાં ભરતી થયેલા હતા તેમાંથી માત્ર 8 ટકાને બેકટેરિયલ સંક્રમણ થયું હતું જેમને ખાસ તો એન્ટી બાયોટિકસની જરુર હતી,
જયારે વધારાની તકેદારીના ભાગરુપે 75 ટકા દર્દીઓને એન્ટીબાયોટિક દવાઓના ડોઝ આપવામાં આવ્યા હતા. પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રમાં સૌથી ઓછી લગભગ 33 ટકા દર્દીઓને એન્ટીબાયોટિક આપવામાં આવી હતી.જયારે આફ્રિકાના દેશોમાં આનું પ્રમાણ 83 ટકા જેટલું હતું. 2020થી 2022 દરમિયાન યુરોપ અને અમેરિકામાં તબીબોએ દર્દીઓને સૌથી વધુ એન્ટીબાયોટિક દવાઓ લખી આપી હતી.

યુએનના સ્વાસ્થ્ય સંગઠનના એએમઆર ક્ષેત્રના સર્વિલાંસ એવિડેંસ એન્ડ લેબોરેટકી યુનિટના પ્રમુખ ડૉ. સિલ્વિયા બરટૈગ્નોલિયોએ કહ્યું હતું કે જો કોઇ દર્દીને એન્ટીબાયોટિકસની જરુરિયાત હોય તો તેના ફાયદા ઉપરાંત સાઇડ ઇફેકટસ પણ હોય છે આથી જરુર ના હોય ત્યારે એન્ટીબાયોટિકસ આપવાથી કોઇ લાભ થતો નથી પરંતુ નુકસાન જરુર થાય છે. તેનો વધુ પડતો ઉપયોગ એએમઆરનો પ્રસાર વધારે છે.

એન્ટીબાયોટિકસનો જરુર પડતો ઉપયોગ કરીને દર્દીઓને બિન જરુરી ખતરાથી બચાવી શકાય છે. સ્ટડીમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોવિડ-19ની સારવારમાં એન્ટીબાયોટિકસનો કોઇ જ ફાયદો થયો નથી. કેટલાય લોકોમાં બેકટેરિયલ ઇન્ફેકશન હતું જ નહી. વિશ્વ આરોગ્ય સંસ્થાનો આ સ્ટડી 2020થી 2023 માર્ચ સુધી કુલ 65 દેશોના કોવિડના કારણે ભરતી થયેલા લગભગ સાડા ચાર લાખ દર્દીઓના આંકડા પર આધારિત છે. સુપર બગ એટલે કે એન્ટીબાયોટિક દવાઓની અસર માનવ શરીરમાં ઓછી થઇ જવી માનવીયોના આરોગ્ય માટે સૌથી ચિંતાજનક છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button