NATIONAL

ઈડીમાં કોઈ સક્ષમ અધિકારી જ નથી તો પછી 2023 પછી એજન્સીનું શું થશે, ઈડીના નિર્દેશકનો કાર્યકાળ ત્રીજી વખત વધારવા અંગે સુપ્રીમકોર્ટ લાલઘૂમ

સુપ્રીમકોર્ટે ઈડીએ નિર્દેશક સંજય કુમાર મિશ્રાને ત્રીજી વખત સેવા વિસ્તાર આપવમાં આવતા આકરી નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારે સવાલ કર્યો કે શું એક વ્યક્તિ એટલો જરૂરી હોઈ શકે છે? કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે શું એજન્સીમાં બીજો કોઈ કાબેલ કે સક્ષમ અધિકારી જ નથી જેને આ પદ પર બેસાડી શકાય?

જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ વિક્રમનાથ તથા જસ્ટિસ સંજય કરોલની ત્રણ સભ્યોની બેન્ચ ઈડીના પ્રમુખના કાર્યકાળની સાથે સાથે કેન્દ્રીય સતર્કતા આયોગ(સુધારા) અધિનિયમ 2021ના નવા વિસ્તારને પડકારતી અરજીઓની એક બેચની સુનાવણી કરી રહી હતી. કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતા મામવલે દલીલો કરી રહ્યા હતા.

દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું કે તમારા મતે ઈડીમાં કોઈ સક્ષમ અધિકારી જ નથી તો પછી 2023 પછી એજન્સીનું શું થશે, જ્યારે તે સેવાનિવૃત્ત થઈ જશે? ઉલ્લેખનીય છે કે ટોચની કોર્ટ હાલમાં મિશ્રાને આપવામાં આવેલા સેવા વિસ્તારને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં કહેવાયું છે કે 1984ની બેચના અધિકારીને નવેમ્બર 2021 પછી વધુ સેવા વિસ્તાર ન મળવો જોઈતો હતો. આ મામલે સુનાવણી કરતી વખતે બેન્ચે ત્યારે કેન્દ્ર સરકારને ઘેરી હતી જ્યારે સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સંજય કુમાર મિશ્રાને ત્રીજી વખત સેવા વિસ્તાર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને એ આધારે યોગ્ય ઠેરવી કેન્દ્રનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો કે આ વર્ષે ગ્લોબલ ટેરર ફાઈનાન્શિંગ વોચડોગ, ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક યોજાવાની છે.

[wptube id="1252022"]
Back to top button