NATIONAL

ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ ૨૦૨૨ની ૧૩૯ ડોલરની સપાટી સામે અત્યારે ૬૯થી ૭૩ ડોલર પ્રતિ બેરલ તેમ પેટ્રોલ ડીઝલ મોંઘા

છેલ્લા ૧૪ મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેન્દ્ર સરકારે કોઇપણ પ્રકારનો ઘટાડો નથી કર્યો. જેને લીધે ટ્રાન્સપોર્ટશનના ખર્ચમાં વધારો થયો છે. જેને પગે ખાદ્ય સહિત આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સરકારે ભાવ ઘટાડવા માટે સંગ્રહ ઉપર નિયંત્રણ મુકવાની જાહેરાત કરી છે પણ ઇંધણના ભાવમાં ઘટાડો કરવા હજુ સુધી કોઈ પગલાં નથી લીધા. ઇંધણનો ભાવ ઉંચો રહેતા વિવિધ ચીજોનું પરિવહન મોંઘું થઇ રહ્યું હોવાથી ટામેટાં સહિતના શાકભાજી સહિત ખાદ્યતેલ, દાળ, કઠોળના ભાવ પણ સતત વધી રહ્યા છે અને તેની અસર આમ જનતા ઉપર પડી રહી છે.

છેલ્લા ૧૫ મહિનામાં ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ ૬૬ ડોલર અર્થાત ૪૮ ટકા જેટલા ઘટયા પછી પણ ૧૪ મહિનાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કેન્દ્ર સરકારે કોઇપણ પ્રકારનો ઘટાડો જાહેર નહી કરતા ઊંચા ટ્રાન્સપોર્ટશન ખર્ચના કારણે હવે આવશ્યક ચીજોના ભાવ વધી રહ્યા છે. સરકારે ભાવ ઘટાડવા માટે સંગ્રહ ઉપર નિયંત્રણ મુકવાની જાહેરાત કરી છે પણ ઇંધણના ભાવમાં ઘટાડો કરવા માટે કોઈ પગલાં લીધા નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ માર્ચ ૨૦૨૨ની ૧૩૯ ડોલરની સપાટી સામે અત્યારે ૬૯થી ૭૩ ડોલર પ્રતિ બેરલ વચ્ચે ચાલી રહ્યા છે પણ ભારતમાં પરિવહનમાં વપરાતા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મે ૨૦૨૨ પછી કોઇપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, રશિયાએ ભારતને સસ્તું ક્રૂડ ઓઈલનું વેચાણ શરુ કર્યું હોવા છતાં તેનો લાભ સ્થાનિક ગ્રાહકોના બદલે અમેરિકા અને યુરોપને મળી રહ્યો છે. જૂન મહિનાની શરૂઆતમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે રૂ.૯૬ પ્રતિ લીટર પેટ્રોલ અને ડિઝલના ઊંચા ભાવમાં ઓઈલ કંપનીઓ ઘટાડો કરે એવી શક્યતા છે. જોકે, આ અંગે કંપનીઓ કે સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ઇંધણનો ભાવ ઉંચો રહેતા વિવિધ ચીજોનું પરિવહન મોંઘુ થઇ રહ્યું હોવાથી ટમેટા, ખાધતેલ, દાળ, કઠોળના ભાવ પણ સતત ઉચા રહે છે અને તેની અસર આમ જનતા ઉપર પડી રહી છે. દરમિયાન, આજે દેશમાં ટમેટાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં એક કિલો ટમેટાનો ભાવ રૂ.૧૨૨ થઇ ગયો છે. રાજધાની દિલ્હીમાં રિટેલ ભાવ રૂ.૮૦ જેટલો ઉંચો છે તો ગુજરાતમાં પણ ભાવ ૧૦૦ થી ૧૨૦ જેટલા જોવા મળી રહ્યા છે. ગ્રાહક બાબતોના સચિવ તરફથી પ્રજાને જણાવવામાં આવ્યું છે કે વરસાદના કારણે પરિવહનમાં વિક્ષેપના લીધે ભાવ વધ્યા છે અને આગામી થોડા દિવસોમાં જ પુરવઠો હળવો થતા તે ઘટી જશે.

ડિઝલના ભાવ ઊંચા રહેતા કૃષિ ઉત્પાદન અને પરિવહન મોંઘુ થયું છે. આ વર્ષે ઘઉંના ભાવ ઊંચા રહેતા સરકારે તેના ઉપર નિયંત્રણ મુકવા માટે છેલ્લા ૧૨ વર્ષમાં પ્રથમ વખત સ્ટોક લીમીટ લાદવી પડી છે. કઠોળના ઊંચા ભાવના કારણે સરકારે પોતના ગોડાઉનમાંથી સ્ટોક છૂટો કરવો પડયો છે. અડદ દાળનો ભાવ ત્રણ મહિનામાં પ્રતિ કિલો રૂ.૪૫ જેટલો વધી ગયો છે. તુવેર અને અડદના ભાવમાં વૃદ્ધિના કારણે તેના સંગ્રહ ઉપર પણ કેન્દ્ર સરકારે નિયંત્રણ મુકવાની ફરજ પડી છે.

[wptube id="1252022"]
Back to top button