
પટનામાં વિપક્ષી દળોની બેઠક ખત્મ થઈ છે. વિપક્ષી પાર્ટીઓની બેઠક ખત્મ થયા પછી નીતીશ કુમાર ખૂબ ખુશ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે પ્રથમ બેઠક સફળ રહી હતી. તમામ પાર્ટીઓએ એકતા બતાવી છે અને કોઈ મનભેદ અને મતભેદ સામે આવ્યો નથી. આજે સીટ શેરિંગને લઈને કોઈ ચર્ચા થઈ નથી. આગામી બેઠકમાં આ ચર્ચા થશે. આ બેઠક જુલાઈમાં શિમલામાં થશે.
આ બેઠકમાં સામેલ થવા માટે ઉદ્ધાવ ઠાકરે, અખિલેશ યાદવ, સીતારામ યેચુરી, રાધવ ચઢ્ઢા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પટના પહોંચ્યા હતા. ગત ગુરુવાર રાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રસના પ્રમુખ મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તી, દીપંકર ભટ્ટાચાર્ય, ડી રાજા અને સંજય સિંહ પટના પહોંચી ગયા હતા. વધુ એક બેઠકમાં 12 જુલાઈએ શિમલામાં યોજાશે.










