
વિજાપુર રમજાન માસમાં એતેકાફ માં બેઠેલા લોકોનું સન્માન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં મસ્જીદ રમજાન માસ દરમ્યાન રોજા રાખીને છેલ્લા દશ દિવસ સુધી મસ્જીદ બેસીને એતેકાફ કરવા માં આવે જે ઈબાદત નો મહિમા વધુ છે વખતે મસ્જીદ માં એતેકાફ માં બેસવા માટે સંખ્યામાં વધારો જોવાયો હતો જેમાં જુદીજુદી મસ્જીદ માં એતેકાફ માં બેસી લોકો બંદગી કરી હતી જેમાં આ વખતે વડીલો કરતા યુવાઓમાં ખાસ જોશ જોવા મળ્યો હતો એતેકાફ માં બેઠેલા આતીફ આમિર હુસેન સૈયદ ને પૂછતા જણાવ્યું હતુંકે એત્તેકાફ માં ઇબાદત નો માહોલ અલગ હોય છે આ વખતે દેશમાં અમન શાંતી દેશના લોકો માટે તંદુરસ્તી જળવાય તે માટે દુવાઓ કરવામાં આવી હતી અકસા મસ્જીદ ખાતે ત્રણ યુવાનો એક વડીલ સહિત ચાર જણા એતેકાફ માં બેસવા માટે સગવડ કરવામાં આવી હતી જેમાં શહેરમાં પ્રથમ વખત ડફેર સમાજનો યુવક સદ્દામ અબ્દુલ ભાઈ એત્તેકાફ માં બેસતા ડફેર સમાજ ઉત્સાહિત બન્યો હતો અને દરેક નું સન્માન પણ કરવામાં આવ્યું હતુ