NATIONAL

ભારતીય ઓલમ્પિક સંઘે WFIને લઇને ત્રણ સભ્યોની એક કમિટીની રચના કરી

ભારતીય કુશ્તી સંઘ (WFI) ચર્ચામાં છે. હવે ભારતીય ઓલમ્પિક સંઘે WFIને લઇને ત્રણ સભ્યોની એક કમિટીની રચના કરી છે. ભૂપેન્દ્રસિંહ બાજવા આ કમિટીના ચેરમેન છે. એમએમ સોમ્યા અને મંજુષા કંવરને આ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યા છે.

મહત્ત્વપૂર્ણ છે કે તાજેતરમાં WFIની ચૂંટણી યોજાઇ હતી જેમાં બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ ‘બબલૂ’ નવા અધ્યક્ષ બન્યા હતા. તે પછી પહેલવાન સાક્ષી મલિકે કુશ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. બીજી તરફ બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મ શ્રી સમ્માન પણ પરત કરી દીધો હતો.

આ ઘટનાક્રમ પછી રમત મંત્રાલયે WFIની નવી બોડીને રદ કરી નાખી હતી. રમત મંત્રાલયના આદેશ પર ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ ત્રણ સભ્યોની એડહૉક કમિટી બનાવી છે. આ કમિટી WFIના કામકાજ અને ગતિવિધિને જોશે. જેમ કે ખેલાડીઓની પસંદગી, આંતરરાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ખેલાડીઓના નામ મોકલવાની સાથે જ ટૂર્નામેન્ટનું આયોજન અને સુપરવિઝનનું કામ પણ જોશે. સાથે જ બેન્ક એકાઉન્ટ પણ હેન્ડલ કરશે.

મળતી માહિતી અનુસાર, તાજેતરમાં રમત મંત્રી અનુરાગ ઠાકુરે IOAને પત્ર લખીને WFI માટે એક એડહૉક કમિટી બનાવવા માટે કહ્યું હતું. કુશ્તી એક ઓલિમ્પિક રમત છે અને WFI ભારતીય ઓલિમ્પિક સંઘની અંડર આવે છે. WFIના પૂર્વ પદાધિકારીઓના પ્રભાવ અને નિયંત્રણથી ઉત્પન્ન થતા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા ગંભીર ચિંતાઓ ઉભી થઇ ગઇ હતી.

[wptube id="1252022"]
Back to top button