
વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશખાન બલુચી
સમસ્ત તડવી સમાજ નર્મદા દ્વારા આયોજિત સમૂહ લગ્ન ઉત્સવ.
૨૧/૦૫/૨૦૨૩ ના રોજ ગરુડેશ્વર મહાકાલી અંકલાવ ખાતે સમસ્ત તડવી સમાજ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. 
આ સમૂહ લગ્નમાં કુલ પાંચ જોડાઓને આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ મુજબ લગ્નના પરેણીયા સૂત્રમાં બાંધવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ વડીલો તેમજ યુવાન એવા આદિવાસી પરિવારના આગેવાનો તથા મોટી સંખ્યામાં પધારેલા મહેમાનોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયું હતું.
જેમાં ઉપરોક્ત આદિવાસી સમાજના આગેવાનોએ નવદંપતીને આશીર્વાદ આપી સમાજમાં સમૂહ લગ્નના નામે ચાલતી અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો બીજી તરફ સમુહ લગ્નમાં ભાગ લેનાર નવયુગલ દંપતીને સમાજ તરફથી ઘરવખરી નો સામાન પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.તેમજ આ સમૂહ લગ્નના માધ્યમથી સમાજમાં ચાલતી કુપ્રથાઓ જેવી કે દહેજ ડીજે દારૂ તેમજ લગ્નમાં થતા મોટા મોટા ખર્ચાઓ થી દૂર રહી આદિવાસી સમાજને આગળ લાવવા તેમજ તેના સ્વાર્ગી વિકાસ માટે ધનિષ્ઠ પ્રયાસ હાથ ધરવા માટે હાકલ કરવામાં આવી હતી.
સાથે સાથે લગ્નમાં થતા મોટા મોટા ખર્ચાઓ ડીજે દારૂનું વ્યસન સહિતની કુટેવોના કારણે આદિવાસી સમાજ પોતાની પરંપરા અને સંસ્કૃતિને ભૂલી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યો છે તેવા સમયે આદિવાસી સમાજ જળ જંગલ જમીન અને પ્રકૃતિને વરેલો રહે સાથે સાથે સમાજની સંસ્કૃતિ અને પરંપરા જળવાઈ રહે તે માટે આદિવાસી સમાજ દ્વારા ઘણી ખરી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે અને સમાજમાં સુધારા લાવવા માટે આદિવાસી સમાજ દરેક બાબતે આગળ વધી રહ્યો છે
આ સમૂહ લગ્ન આદિવાસી રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે તડવી સમાજના આગેવાનો સામાજિક કાર્યકરો તેમજ નવયુવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી પોતાની ફરજ નિભાવી.






