
મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની અધિકારીઓ માટે બેઠક યોજાઈ હતી, જેમાં નાગરિક અધિકારપત્ર હેઠળની બાકી અરજી, બાકી પેન્શન કેસોના નિકાલ, બાકી. એ.જી. પેરાની પૂતર્તા, ત્રણ માસ ઉપરના પડતર કાગળો સરકારી બાકી વસુલાત તથા ખાતાકીય તપાસ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો,ડેશ બોર્ડની કામગીરી સહિત કચેરીના સંકલનના પ્રશ્નોની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]





