
સ્થળ:ગોંડલ
તારીખ:૨૫ નવેમ્બર
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યક્ક્ષા ના કૃષિમંત્રી બચુભાઈ ખાબડ ના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨૪-૨૫ નવેમ્બર-૨૩ એમ બે દિવસીય તાલુકા કક્ષાએ રવી કૃષિ મહોત્સવ નું આયોજન થયેલું છે એમાં તારીખ ૨૫-૧૧-૨૦૨૩ ના દિવસે પ્રદર્શન સ્ટોલ ની મુલાકાત અને પ્રાકૃતિક કૃષી ના મોડલ ફાર્મ ની મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં મોડલ ફાર્મ માં રાજેશભાઈ ધીરુભાઈ સખીયા ની વાડીએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી. જેમાં કૃષિ વૈજ્ઞાનિક શ્રી એમ. કે. ઘેલાણી સાહેબ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આપવામાં આવેલ, ઘનશ્યામભાઈ કાતરિયા દ્વારા બાગાયત ખેત પેદાશોના મૂલ્ય વર્ધન વિશે માહિતગાર કરવામાં આવેલ અને વિસ્તરણ અધિકારી ખેતી હર્ષદભાઈ ઇટાલિયા દ્વારા પ્રાકૃતિક મોડેલ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ નિલેશભાઈ સાકરીયા, ગ્રામસેવકશ્રી,આત્માના સ્ટાફના
નેતૃત્વમાં આ કૃષિ મહોત્સવમા તાલુકાભર ના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ ને કૃષિલક્ષી માહિતી-મર્ગ્દર્શન મેળવે અને સરકાર શ્રી નો આ કાર્યક્રમ સફળ તેવું આયોજન કરાયું.
તાલુકાભર ના ગામડા થી ૨૦૦ જેટલા ખેડૂતો અને ૩૬ જેટલા પ્રાકૃતિક ખેત પેદાશ ના અલગ અલગ સ્ટોલ સાથે નવીન ટેક્નોલોજી સભર ખેત ઓજાર ની વિશાળ રેન્જ સાથે આજ ના આ કાર્યક્રમ ને સફળ બનવવા માં આવ્યો હતો. જેમાં ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ અને પેદાશોથી માહિતગાર કરવામાં આવ્યા.









