NATIONAL
નામબિયાથી લવાયેલા વધુ એક ચિત્તા ‘તેજસ’નું મોત, અત્યાર સુધી 4 ચિત્તા અને 3 બચ્ચાં મૃત્યુ પામી ચૂક્યા છે

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર ચિતા તેજસનું મંગળવારે મૃત્યુ થયું હતું. કુનો નેશનલ પાર્કમાં, મોનિટરિંગ ટીમને મંગળવારે સવારે નર ચિત્તો તેજસ ઘાયલ અવસ્થામાં મળ્યો હતો. તેના ગળા પર ઈજાના નિશાન હતા. નિષ્ણાતોની ટીમે તેજસને વાડાથી બહાર કાઢ્યો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. તેજસનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. તેને કેટલી ઈજાઓ થઈ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ મહિનામાં કુનો નેશનલ પાર્કમાં સાત ચિત્તા મૃત્યુ પામી ચૂક્યા છે.

[wptube id="1252022"]









