ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર પ્રદર્શનકારી ખેડૂતો પર ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા
પાંચમા તબક્કાની વાતચીત માટે સરકાર તૈયાર

દિલ્હીની શંભુ બોર્ડર પર આગળ વધતા પ્રદર્શનકારીઓ પર ડ્રોન દ્વારા ટિયર ગેસના 3 સેલ છોડવામાં આવ્યા છે. બીજી તરફ સરકાર ખેડૂતો સાથે પાંચમા તબક્કાની વાતચીત માટે તૈયાર થઇ છે. કૃષિ મંત્રીએ કહ્યું કે શાંતિ રાખવી જરૂરી છે. પાંચમા તબક્કામાં MSP પર વાતચીતનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
પાંચમા તબક્કાની વાતચીત માટે સરકાર તૈયાર થઇ છે. કૃષિ મંત્રી અર્જૂન મુંડાએ કહ્યું કે શાંતિ રાખવી જરૂરી છે. તમામ માંગો પર ચર્ચા માટે સરકાર તૈયાર છે.
દિલ્હી ચલો માર્ચ પર ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું, “અમે પોતાની તરફથી પુરો પ્રયાસ કર્યો, અમે બેઠકમાં સામેલ તયા, દરેક પોઇન્ટ પર ચર્ચા કરી અને હવે નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે. અમે શાંત રહીશું..વડાપ્રધાને આગળ આવવું જોઇએ અને અમારી માંગોને સ્વીકારવી જોઇએ. 1.5-2 લાખ કરોડ રૂપિયા વધારે મોટી રકમ નથી..આ વિઘ્ન હટાવને અમને દિલ્હી તરફ પ્રદર્શન કરવાની પરવાનગી આપવી જોઇએ…”
હરિયાણામાં શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે. ખેડૂતોના આગ્રહને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કારણોસર લાલ કિલ્લાને બંધ કરવાનો નિર્ણય લીધો છે. લાલ કિલ્લાના મુખ્ય દરવાજા પર બેરિકેડિંગના અનેક સ્તરો કરવામાં આવ્યા છે. ગેટ પર બસો અને ટ્રકો ઉભી રાખવામાં આવી હતી જેથી કોઈ સરળતાથી કાર દ્વારા અંદર પ્રવેશી ન શકે










