NATIONAL

BSNLને ફરી ઊભી કરવા TATA મેદાનમાં

છેલ્લા કેટલાક સમયથી Jio અને Airtelની હરિફાઈમાં BSNL ખૂબ પાછળ પડી ગયુ છે. પરંતુ હવે BSNL ફરી મેદાનમાં આવી રહ્યુ છે. BSNL દ્વારા 4G સર્વિસ લોન્ચ કરવામાં આવી રહ્યુ છે. જેમા અત્યાર સુધી Jio અને Airtelનો દબદબો રહ્યો છે. પરંતુ હવે એ દિવસો દુર નથી કે BSNL પણ અન્ય કંપનીઓથી આગળ આવી જશે કારણ કે હવે BSNL દ્વારા દેશની સૌથી મોટી કંપની ટાટા ગ્રુપ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.  મતલબ કે BSNLની  4G સર્વિસને ટાટા ગ્રુપ લોકો સુધી પહોચાડવાનું કામ કરશે.

BSNL દ્વારા પોતાના 4G નેટવર્કને સમગ્ર દેશમાં ફેલાવા માટે તેણે ટાટા ગ્રુપનો સહારો લીધો છે અને એક માહિતી પ્રમાણે ટાટા ગ્રુપને કેટલાક હજાર  કરોડ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) ના નેતૃત્વવાળી કંસોર્ટિયમનું 22 મે રોજ તેની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમા BSNL દ્વારા  ટાટા કન્સલ્ટન્સી સર્વિસને 15 હજાર કરોડનો એડવાન્સ પર્ચેઝ ઓડર APO પણ આપી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ પ્રમાણે ટાટા ગ્રુપ દેશભરમાં 1 લાખ નવા ટાવર લગાવવાનું કામ કરશે. તમને જણાવી દઈએ કે જીયોનું 4G નેટવર્ક દરેક પ્રકારે મેડ ઈન ઈન્ડિયા પર હશે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે થોડા જ દિવસોમાં  BSNLની  4G સેવાની ઓફર જાહેર કરવામાં આવશે. જે જીયો અને એરટેલના મુકાબલે ઘણી સસ્તી હશે. સરકારે પણ BSNL ને મજબુત કરવાની કોશિશમાં છે. કંપનીએ વર્ષ 2022માં BSNL માટે 1.64 લાખ કરોડ રુપિયાનું પેકેજની જાહેરાત કરી હતી.

BSNL તરફથી 4G સર્વિસને સંપુર્ણ રીતે ક્યારે શરુ કરવામાં આવશે તેના વિશે હાલમાં કોઈ ચોક્ક્સ તારીખ આપવામાં આવી નથી. પરંતુ એટલું નક્કી છે કે આ વર્ષની એન્ડમાં BSNL તરફથી સમગ્ર ભારતમાં 4G સર્વિસને રોલઆઉટ કરવાની યોજના છે.

[wptube id="1252022"]
Back to top button