NATIONAL

ગેરકાયદે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવે, એમાં ધર્મ વચ્ચે ન આવવું જોઈએ: હાઈકોર્ટ

ઉત્તરાખંડમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ તોડી પાડવા સામે દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે. આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રાકેશ થપલિયાલની ડિવિઝન બેંચ સમક્ષ થઈ હતી.

ચીફ જસ્ટિસે સુનાવણીમાં કહ્યું કે, સરકારી જમીન પર આવેલ ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડી નાખવા જોઈએ. આમાં ધર્મનો ભેદભાવ ન થવો જોઈએ. કોર્ટે કહ્યું કે, આવી અરજી દાખલ કરીને અરજદારો વિસ્તારમાં લોકપ્રિયતા મેળવવા માંગે છે. ખંડપીઠે અરજદારના એડવોકેટ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવાનું પણ કહ્યું હતું. ત્યાર બાદ ખંડપીઠે આ મામલો અનામત રાખ્યો હતો.

કેસ અનુસાર, હમઝા રાવ અને અન્ય લોકોએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીને કહ્યું હતું કે, સરકાર કોઈ ચોક્કસ ધર્મના બાંધકામોને ગેરકાયદેસર નામ આપીને તોડી રહી છે. અરજદારે કોર્ટમાં કહ્યું હતું કે, એક વિશેષ ધર્મ વિરુદ્ધ કરવામાં આવી રહેલી આ કાર્યવાહીને તાત્કાલિક રોકવી જોઈએ અને મઝારોનું પુનઃનિર્માણ કરવું જોઈએ. અરજદારના એડવોકેટ બિલાલ અહેમદ દ્વારા જ્વાલાપુરમાં કંખલના ચંદન પીર બાબાની મઝાર માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button