NATIONAL

હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો, તાશના પત્તાના મહેલની જેમ ઈમારતો ધરાશાયી થઈ

હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ જાનમાલના નુકસાનનું મુખ્ય કારણ બની ગયું છે. લગભગ ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન કુલ્લુમાંથી એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં થોડી જ વારમાં ત્રણ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી.

કુલ્લુમાં સતત મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. શિમલાના કૃષ્ણા નગરની જેમ જ એક ઈમારત  ધરાશાયી થવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે કુલ્લુના આની સબ-ડિવિઝનના બસ સ્ટેન્ડ પાસે ગુરુવારે સવારે ત્રણ ઈમારતો તાશના પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. થોડી જ વારમાં ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. તેમાંથી બે ઈમારતોમાં તો એસબીઆઈ અને કાંગડા સેન્ટ્રલ ગવર્નમેન્ટ બેંકની શાખાઓ પણ ચાલતી હતી. એક અઠવાડીયા પહેલા ઈમારતોમાં તિરાડો દેખાતા બંને શાખાઓ અહીંથી ખાલી કરી અન્ય જગ્યાએ લઈ જવામાં આવી હતી. મકાનમાં રહેતા ભાડુઆતોની દુકાનો ખાલી કરાવવામાં આવી હતી. સદભાગ્યે સમયસર ઈમારતો ખાલી કરાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ગુરુવારે સવારે એક પછી એક મકાનો ધરાશાયી થવા લાગ્યા અને અમારી નજર સામે કરોડો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું.

બીજી તરફ આ ઘટનાને લઈને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વહીવટીતંત્ર પાસેથી માહિતી મેળવી હતી કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બે મકાનો પહેલેથી જ ખાલી કરાવવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારે એક ઘર ખાલી કરાવવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button