
તા.૨૭ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
‘‘વસુધૈવ કુટુમ્બકમ’’ની થીમ સાથે આપણો દેશ G20 સમિટનું પ્રતિનિધિત્વ કરી રહયો છે, ત્યારે એચ. એન્ડ એચ. બી. કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં યુવા વિદ્યાર્થીઓમાં G20 સમિટ અંગે જાગૃતિ ફેલાવવાના આશયથી ૨૪ ફેબ્રુઆરીએ “ડિજિટલ ઇકોનોમી” વિષય આધારિત ડીબેટ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ ૧૪ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં સિંઘ શુભમ (પ્રથમ), પૂજા પરમાર(દ્વિતીય) તેમજ જાડેજા મિરાજસિંહ અને સોલંકી જૈનિક (તૃતીય) સ્થાને સંયૂક્ત પણે ઉત્તીર્ણ થયા હતા. આ સ્પર્ધામાં ડૉ. નરેશ અજુડીયા, ડૉ. જયશ્રી જોષી તેમજ ડૉ. ઋતવા દવેએ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી. કોલેજના આચાર્યશ્રી ડૉ. જે. સી. જાવિયાના માર્ગદર્શન હેઠળ કોલેજના નોડલ.અધિકારી ડૉ. ચિરાગ ફૂલતરિયા દ્વારા આયોજિત આ સ્પર્ધા કોલેજના સ્ટાફ ઉપરાંત ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ નિહાળી હતી.