NATIONAL

ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને દેવામાં આવી

સુપ્રીમ કોર્ટે 1000 અને 500 રૂપિયાની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નવેમ્બર 2016ના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવીને દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, નોટબંધીમાં કોઈ ગડબડી નથી. સરકારના આ પગલાથી રાતોરાત 10 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાંથી પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. જસ્ટિસ એસ. એ. નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કેન્દ્રને મોટી રાહત મળી છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ નિર્ણયને ઉલટાવી શકાય નહીં. તે સાથે જ કોર્ટે તમામ 58 અરજીઓ પણ ફગાવી દીધી હતી. નોટબંધીના નિર્ણયમાં કોઈ ભૂલ નથી. કોર્ટે કહ્યું કે, રેકોર્ડની તપાસ કર્યા પછી, જાણવા મળ્યું છે કે નિર્ણય લેવાની પ્રક્રિયા ફક્ત એટલા માટે ભૂલભરેલી ન હોઈ શકે કારણ કે તે કેન્દ્ર સરકાર તરફથી જાહેર થયેલ ભલામણ શબ્દને વૈધાનિક યોજનામાંથી સમજવો જોઈએ. રેકોર્ડ પરથી એવું જણાય છે કે RBI અને કેન્દ્ર વચ્ચે 6 મહિનાના છેલ્લા સમયગાળામાં વાતચીત થઇ હતી પછી આ નિર્ણય થયો હતો.

[wptube id="1252022"]
Back to top button