NATIONAL

ફરી આવી ભૂલ નહીં થાય, પતંજલિનું સાર્વજનિક માફીનામું, સુપ્રીમ કોર્ટે ફરી બાબા રામદેવને ફટકાર લગાવી

પતંજલિ આયુર્વેદ તરફથી પોતાની દવા કોરોનિલને કોરોના સામે લડનારી ઔષધિ ગણાવવાના પ્રચાર પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. યોગ ગુરૂ બાબા રામદેવ સુનાવણીમાં ભાગ લેવા માટે કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટમાં આવ્યા પહેલા જ બાબા રામદેવની સંસ્થા પતંજલિએ સાર્વજનિક માફીનામું જાહેર કર્યું છે. માફીનામામાં કહેવામાં આવ્યું કે ખોટી જાહેરાત આપવા જેવી ભૂલ ભવિષ્યમાં ફરી નહીં કરવામાં આવે. કંપનીએ કહ્યું કે તે કોર્ટની ગરિમાને પણ જાળવી રાખશે.

જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાહની બેન્ચમાં પતંજલિ તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે માફીનામું ફાઇલ કરી દીધુ છે, તેને 67 અખબારોમાં પબ્લિશ કરવામાં આવ્યું છે. બેન્ચે કહ્યું- તમારી જાહેરાત જેવી રહેતી હતી, આ એડની સાઇઝ પણ તેવી જ હતી? જવાબમાં રોહતગીએ કહ્યું- ના, તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. લાખો રૂપિયા ખર્ચ થાય છે. કોર્ટે કહ્યું- બરાબર છે.

સાર્વજનિક માફીનામાને એક અખબારમાં પબ્લિશ કરવામાં આવ્યું છે, જેમાં પતંજલિ આયુર્વેદ તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું કે તે કોર્ટ અને બંધારણની ગરીમાને બનાવી રાખશે. સાર્વજનિક માફીમાં બાબા રામદેવે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં નિવેદન આપ્યા બાદ પણ પતંજલિની જાહેરાત આપી હતી અને પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને પણ માફી માંગી છે.

બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ તરફથી આ માફીનામું એવા સમયે આવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટે ખોટી જાહેરાતને લઇને રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને ફટકાર લગાવી હતી જેમાં કહેવામાં આવ્યું, “પતંજલિ આયુર્વેદ સુપ્રીમ કોર્ટની ગરીમાનું પુરૂ સમ્માન કરે છે. અમારા વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યા બાદ પણ જાહેરાત પ્રકાશિત કરવા અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવાની ભૂલ માટે અમે ઇમાનદારીથી માફી માંગીએ છીએ.”માફીનામામાં કહેવામાં આવ્યું, “અમે આ વાતનું ધ્યાન રાખીશું કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ક્યારેય નહીં થાય. અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે અમે બંધારણ અને સુપ્રીમ કોર્ટની ગરીમાને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ રહીશું.”

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button