પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી પણ ઝટકો ૧૪ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો
ડાયાબિટીસ, બ્લડપ્રેશર, સુગર, ઊધરસની દવા સહિત પ્રોડક્ટો પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પતંજલિને ઉત્તરાખંડ સરકાર તરફથી પણ ઝટકો લાગ્યો છે. ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ વિભાગની લાઇસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે. ભ્રામક જાહેરાતના મામલામાં દિવ્યા ફાર્મસીના આ ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
દિવ્યા ફાર્મસીના જે ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં શ્વાસરી ગોલ્ડ, શ્વાસરી વટી, દિવ્યા બ્રોનકોમ, શ્વસારી પ્રવાહી, શ્વાસરી અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ ગોલ્ડ, લિવોગ્રિટ અને પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપ નો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડ ડ્રગ કંટ્રોલ ડિપાર્ટમેન્ટની સૂચના અનુસાર, દિવ્યા ફાર્મસીનું લાઇસન્સ તેના ઉત્પાદનોની અસરકારકતા વિશે વારંવાર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ બંધ કરવામાં આવ્યું છે.
આ 14 પ્રોડક્ટ પર લગાવાયો પ્રતિબંધ
- સ્વસારી ગોલ્ડ
- સ્વસરી વટી
- બ્રોન્કોમા
- સ્વસારી પ્રવાહી
- સ્વસારી અવલેહ
- મુક્ત વટી એક્સ્ટ્રા પાવર
- લિપિડૉમ
- બીપી ગ્રિટ
- મધુ ગ્રિટ
- મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર
- લિવામૃત એડવાન્સ
- લીવૉરિટ
- પતંજલિ દૃષ્ટિ આઈ ડ્રોપ
- આઈગ્રિટ ગોલ્ડ