GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટમાં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ સંગીત સંધ્યા યોજાશે

તા.૨૪/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંગીત સંધ્યા યોજાનાર છે, જેમાં પ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રીશાન વાડેકર વિવિધ દેશભક્તિ અને મનોરંજક સંગીત પ્રસ્તુતિઓનો રજુ કરશે. આ કાર્યક્રમ તા.૨૫ જાન્યુઆરી સાંજે ૮:૩૦ કલાકે શ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થીયેટર, રેસકોર્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રાજકોટના રાજકીય આગેવાનો અને જનપ્રતિનિધિઓ ઉપરાંત મનપાના શીર્ષ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે, તેમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button