
નવા વર્ષની ઉજવણી પહેલા કોરોના મહામારી સાથે જોડાયેલી યાદો ફરી એકવાર દુનિયામાં તાજી થઈ ગઈ છે. કોવિડ JN.1 ના નવા પ્રકારના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં ચેપના કેસ જોવા મળ્યા છે. WHOએ JN.1 સબ-વેરિયન્ટને ‘રુચિના પ્રકાર’ તરીકે વર્ગીકૃત કર્યું છે. નિષ્ણાતોના મતે, JN.1 એ કોવિડના ઓમિક્રોન વેરિઅન્ટનું સબવેરિયન્ટ છે. તે જીવલેણ નથી, પરંતુ તે અત્યંત ચેપી છે. પરંતુ જેમને પહેલાથી જ કોઈ રોગ છે અથવા રોગપ્રતિકારક શક્તિ નબળી છે, આ વાયરસના ચેપથી તેમની મુશ્કેલીઓ વધી શકે છે. કોવિડના આ બધા પ્રકારોને લઈને તમારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હશે. જવાબો જાણવા માટે અમે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના પ્રમુખ શરદ કુમાર અગ્રવાલ, દિલ્હી મેડિકલ કાઉન્સિલ સાયન્ટિફિક કમિટીના ચેરમેન નરેન્દ્ર સૈની અને ઓર્ગેનાઈઝ્ડ મેડિસિન એકેડેમિક ગિલ્ડના સેક્રેટરી જનરલ ડૉ ઈશ્વર ગિલાડા સાથે વાત કરી.
દેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો વિષય નથી. જોકે, સ્વામીનાથનનું કહેવુ છે કે સાવધાની રાખવી જરૂરી છે. લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે સ્વામીનાથન ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
સ્વામીનાથને જણાવ્યુ કે આપણે સતર્ક રહેવાની જરૂર છે. આપણે ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી. આપણે માત્ર સામાન્ય બચાવ ઉપાયની જરૂર છે. આપણે સતર્કતા રાખવાની જરૂર છે. લોકોએ માસ્ક વિના ઓછા વેન્ટિલેશન વાળા સ્થળમાં રહેવાથી બચવુ જોઈએ. જો તમે આવા કોઈ વિસ્તારમાં છો તો માસ્ક જરૂર પહેરો. કોઈ સંક્રમિત વ્યક્તિની પાસે જવાથી બચો. ખુલ્લા સ્થળમાં રહેવાનો પ્રયત્ન કરો. જો તાવ કે શ્વાસ ફૂલવા જેવી કોઈ પણ સમસ્યા થાય તો હોસ્પિટલ જરૂર જાવ. આપણે એ ધ્યાન રાખવુ પડશે કે અત્યારે શિયાળાની સીઝન છે. આપણે સાવધાની રાખવાની જરૂર છે. ભારતમાં અત્યાર સુધી 21 કેસ સામે આવ્યા છે, જેનાથી લોકોમાં ફરીથી ગભરામણ થઈ રહી છે. WHOએ પણ જણાવ્યુ છે કે વર્તમાન પુરાવાના આધારે જેએન-1 નું જોખમ ઓછુ છે.










