NATIONAL

ચંદ્રને જલ્દી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે : સ્વામી ચક્રપાણી મહારાજ

ઇસરોએ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરાવીને ઇતિહાસ રચી દીધો છે. તે બાદ જે જગ્યાએ લેન્ડિંગ થયું, પીએમ મોદીએ તે જગ્યાનું નામ શિવશક્તિ પોઇન્ટ કરવાની જાહેરાત કરી છે. વિપક્ષના કેટલાક નેતાઓએ શિવશક્તિ પોઇન્ટ નામ આપવા પર આપત્તિ વ્યક્ત કરી છે તો બીજી તરફ હવે આ પોઇન્ટને ચંદ્રનું પાટનગર બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. સ્વામી ચક્રપાણી મહારાજે એક્સ (પહેલા ટ્વિટર) પર વીડિયો જાહેર કરતા માંગ કરી છે કે ચંદ્રને જલ્દી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે.

સ્વામી ચક્રપાણી મહારાજે વીડિયોમાં કહ્યું, “દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું આભાર માનવા માંગુ છું જેમણે ચંદ્રની જે જગ્યા પર ચંદ્રયાન-3 ઉતર્યું, તેનું નામ શિવશક્તિ પોઇન્ટ રાખ્યું પરંતુ હું ઇચ્છુ છું કે આ પહેલા કોઇ અન્ય વિચારધારા અથવા અન્ય દેશના લોકો ત્યા જાય અને ગજવા-એ-હિન્દ બનાવે, તે પહેલા ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે, તેના માટે સંસદમાં પ્રસ્તાવ પણ પ્રસાર કરવામાં આવે. શિવશક્તિ પોઇન્ટને તેનું પાટનગર બનાવવામાં આવે.” સ્વામી ચક્રપાણી મહારાજે કહ્યું કે, ચંદ્ર ભગવાન શિવના મસ્તિષ્ક પર વિરાજમાન હોય છે અને આ રીતે હિન્દુઓનો ચંદા મામા સાથે જૂનો સંબંધ છે, માટે હું ઇચ્છું છું કે ચંદ્રની શુદ્ધતા અને પવિત્રતા બની રહે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર સવારે બેંગલુરૂ સ્થિત ઇસરો સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં પીએમ મોદીએ ઇસરો ચીફ એસ સોમનાથ સહિત તમામ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે જે જગ્યાએ ચંદ્રયાન-3નું લેન્ડિંગ થયું છે, તેને શિવશક્તિ પોઇન્ટના નામથી ઓળખવામાં આવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button