NATIONAL

મણિપુરની ઘટના જેઓ વિડિયો વાઇરલ દુષ્કર્મ બાદ કિશોરીને નગ્ન દોડાવી

મેરઠના કિઠૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે. એક આરોપીએ પહેલા કિશોરીનું દુષ્કર્મ આચર્યું હતુ તે બાદ આરોપીઓના સાથી કિશોરીને નગ્ન અવસ્થામાં ખેચીને શેરડીના ખેતરની બહાર લઇ આવ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે દુષ્કર્મનો કેસ નોંધીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

ત્રણ મહિના પહેલા કિઠૌર એક ગામમાં યુવક ફોસલાવીને કિશોરીને ખેતરમાં લઇ ગયો હતો અને પછી દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ યુવકના સાથી ખેતરમાં આવ્યા હતા અને કિશોરીનો વીડિયો બનાવવા લાગ્યા હતા. તે બાદ આરોપીઓને કિશોરીએ પોલીસનો ડર બતાવ્યો ત્યારે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આટલું જ નહીં કિશોરીને માર પણ મારવામાં આવ્યો હતો. કિશોરીએ હાથથી શરીરને છુપાવવાનો પ્રયાસ કર્યો તો તેના હાથ પર ડંડા પણ મારવામાં આવ્યા હતા. તે બાદ કિશોરીને આ યુવકો નગ્ન અવસ્થામાં ખેચતા શેરડીના ખેતરની બહાર રસ્તા પર લઇ ગયા હતા.

ગત રવિવારે કિશોરી સાથે થયેલા ઘટનાક્રમનો વીડિયો તેની બહેનના મોબાઇલ પર મોકલવામાં આવ્યો હતો. વીડિયો જોયા બાદ કિશોરીએ પૂછપરછ કરી તો તેને આખી ઘટના જણાવી હતી. પીડિતાના કહેવા પર પોલીસે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે વીડિયો બનાવનારા બે આરોપી ફરાર છે.

એસપી કમલેશ બહાદુરે જણાવ્યું કે બે વર્ષથી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાનો આરોપ છે જેમાં 376 (3) IPC અને અન્ય કલમમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. સામૂહિક દુષ્કર્મનો આરોપ ખોટો છે. કેટલાક મહિના પહેલા આરોપી સાથે પીડિતા જ્યારે એકાંતમાં હતી ત્યારે કેટલાક યુવકો દ્વારા બન્નેનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખોટા તથ્યોના આધાર પર સમાચાર ચલાવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button