MORBIMORBI CITY / TALUKOTANKARA

મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે.

મોરબી જિલ્લાના શિક્ષકો રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનમાં ભાગ લેશે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાનપદે આગામી તારીખ 12 મે ના રોજ યોજાનાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું 29મું રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું 16મું અધિવેશન યોજાનાર છે, જેનો શુભારંભ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતમાં થવાનો હોય, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવું મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયાએ જણાવ્યું છે. શિક્ષકોના અધિવેશનમાં દેશના વડાપ્રધાન હાજરી આપવાના હોય, અધિવેશનને સફળ બનાવવા તમામ શિક્ષકો ઉત્સાહિત છે.

 


12 અને 13 તારીખે અધિવેશન બાદ તા.13 થી 21 સુધી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button