
વકીલોની હળતાળ બાબતે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, વકીલો હડતાળ પર જઈ શકતા નથી અને તેમના કામથી દૂર જઈ શકતા નથી અને તમામ હાઈકોર્ટને ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરે ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જ્યાં વકીલો “સાચી સમસ્યાઓ” ના નિવારણ માટે રજૂઆત કરી શકે છે.
જસ્ટિસ એમ.આર.શાહ અને અહસાનુદ્દીન અમાનુલ્લાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, ફોરમ પ્રદાન કરવા માટે જિલ્લા કોર્ટ સ્તરે એક અલગ ફરિયાદ નિવારણ સમિતિની રચના કરવામાં આવે, જ્યાં વકીલો કેસ ફાઇલિંગ અથવા સૂચિમાં પ્રક્રિયાગત ફેરફારો અથવા ગેરવર્તણૂક સંબંધિત તેમની વાસ્તવિક ફરિયાદોનું નિવારણ મેળવી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફરી એકવાર કોર્ટ મારફતે કહેવામાં આવે છે કે બાર કાઉન્સીલનો કોઈ સભ્ય હડતાળ પર જઈ શકે નહીં અને વારંવાર આ કોર્ટે ભાર મૂક્યો છે કે, વકીલોના હડતાળ પર જવાથી અથવા તેમના કામથી દૂર રહેવાના કારણે ન્યાયિક કાર્યને અવરોધે ઉબો થાય છે”.










