NATIONAL

‘ભાજપમાં સભ્ય તરીકે રહેવું અસંભવ’,નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્રએ ભાજપમાંથી આપ્યું રાજીનામું

પશ્ચિમ બંગાળ ભાજપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે…. પ્રથમ ઝટકો અગાઉની ચૂંટણી હારવાનો લાગ્યો છે, તો બીજી ઝટકો નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝના રાજીનામાને લઈને લાગ્યો છે…. ચંદ્ર કુમાર બોઝ ભાજપથી ખુબ જ નારાજ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે… તેમણે મતભેદોના કારણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

ચંદ્ર કુમાર બોઝ 2016માં પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ હતા… તેમને આ પદ પરથી 2020માં હટાવી દેવામાં આવ્યા હતા… તેમણે રાજીનામામાં બોઝ ભાઈઓ – સુભાષ ચંદ્ર બોઝ અને શરત ચંદ્ર બોઝની વિચારધારાનો પ્રચાર કરવા માટે ભાજપ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે કોઈપણ સમર્થન મળ્યું ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.

ચંદ્ર કુમાર બોઝે ભાજપને લખેલા રાજીનામામાં જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં મારા પોતાના ઉત્સાહી પ્રચાર પ્રયાસોને કેન્દ્ર અને રાજ્ય ભાજપ તરફથી કોઈપણ સમર્થન મળ્યું નથી… મેં લોકો સુધી પહોંચવા માટે બંગાળની રણનીતિ સૂચવતો વિગતવાર પ્રસ્તાવ રજુ કર્યો હતો… જોકે મારા પ્રસ્તાવની અવગણના કરવામાં આવી… આવી પરિસ્થિતિઓને ધ્યાને રાખી મારા માટે ભાજપમાં સભ્ય તરીકે રહેવું અસંભવ થઈ ગયું છે…

ઉલ્લેખનિય છે કે, ભાજપમાં સામેલ થવાની પ્રેરણા અંગે વાત કરતા ચંદ્ર કુમાર બોઝે પીએમ મોદીના નેતૃત્વની અને વિકાસ કાર્યક્રમોની પ્રશંસા કરી છે. ચંદ્ર બોઝે લખ્યું કે, ‘ત્યારે મારી ચર્ચા બોઝ બ્રધર્સની સમાન વિચારધારાને આગળ લઈ જવા પર કેન્દ્રીત હતી… તે દરમિયાન અને ત્યારબાદ મારી સમજ એવી રહી કે, હું ભાજપના મંચ પરથી દેશભરમાં આ વિચારધારાનો પ્રચાર કરીશ… ઉપરાંત એક આઝાદ હિંદ મોરચો બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો… ભાજપની રૂપરેખાનો પ્રાથમિક ઉદ્દેશ્ય ધર્મ, જાતિ અને સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના તમામ સમુદાયોને ભારતીય રૂપે એક કરવાની નેતાજીની વિચારધારાનો પ્રચાર કરવાનો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button