NATIONAL

પુત્રને છોકરી સાથે પ્રેમસંબંધ રાખવો મોંઘો પડ્યો, છોકરાની માતાને નગ્ન કરી ગામમાં પરેડ કરાવી

કર્ણાટકના બેલાગવીમાં માનવતાને શરમાવે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક માતાને તેના પુત્રને છોકરી સાથે પ્રેમસંબંધ રાખવો મોંઘો પડ્યો. વાસ્તવમાં હોસા વંતમુરી ગામમાં એક મહિલાને થાંભલા સાથે બાંધીને માર મારવામાંઆવ્યો હતો.. એટલું જ નહીં, તેને કથિત રીતે નગ્ન કરી આખા ગામમાં પરેડ પણ કરવામાં આવી હતી. મહિલાનો એક જ આરોપ હતો કે તેનો પુત્ર એક છોકરી સાથે ભાગી ગયો હતો.

આ ઘટના રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રેએ બની હતી. અહીં એક યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. બંને સાથે રહેવા માંગતા હતા તેથી તેઓ ઘરેથી ભાગી ગયા હતા. જોકે, છોકરો અને છોકરી બંને એક જ સમુદાયના છે. જ્યારે યુવતીના પરિવારજનોને તેના ભાગી જવાની ખબર પડી ત્યારે તેઓએ યુવકના ઘર પર હુમલો કરી તોડફોડ કરી હતી. આટલું જ નહીં, આરોપીઓએ છોકરાની માતાને નગ્ન કરીને અડધી રાત્રે ઈલેક્ટ્રીક પોલ સાથે બાંધી દીધી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં સાત લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામમાં ડીએઆરની ત્રણ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દરમિયાન પોલીસ કમિશનર એસ એન સિદ્રામપ્પાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

[wptube id="1252022"]
Back to top button