GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટરને ચાર શખ્સો દ્વારા લાકડી વડે માર માર્યો 

મોરબીમાં પેવર બ્લોકના કોન્ટ્રાક્ટરને ચાર શખ્સો દ્વારા લાકડીથી બેફામ માર માર્યો

મોરબીના ભડીયાદ ગામથી જોધાપર(નદી) રોડ ઉપર આવેલ બેઠા નાલા પાસે ‘તારે પેવર બ્લોકનો કોન્ટ્રાક્ટ રાખવો છે’ તેમ કહી પેવર બ્લોકના કોન્ટ્રાક્ટર ઉપર ચાર શખ્સો દ્વારા લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોન્ટ્રાક્ટરને શરીરે તેમજ માથામાં લાકડીથી ઈજાઓ થતા લોહી લોહાન હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા જ્યાં તેઓએ એક આરોપીની નામ જોગ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે ચારેય શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૂળ ગાળા ગામના વતની અને હાલ મોરબી-૨, ઈન્દીરાનગર માળીયા ફાટક પાસે રહેતા ભરતભાઈ ચકુભાઇ જીતીયા ઉવ.૩૭ એ આરોપી દિપક પારધી તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ભરતભાઈ જીતીયા કે જેઓ પેવર બ્લોકના કોન્ટ્રાક્ટર તરીકે મજૂરી કામ કરતા હોય જેના મોબાઇલ ફોનમાં આ દિપક પારધિનો ફોન આવેલ અને જણાવ્યું કે તમે પેવર બ્લોકનો કોન્ટ્રાક્ટ રાખો છો મારે તમને એક કામ આપવું છે. આવી રીતની ટેલિફોનિક વાત આરોપી દિપક પારધીએ કરી ભરતભાઈને માળીયા ફાટક બોલાવી તેઓને સાઈટ ઉપર લઇ જવાનું કહી ભડીયાદ જોધપર રોડ પાસે આવેલ બેઠા નાલાએ લઇ ગયો હતો.

ઉપરોક્ત સ્થળે પહોંચતા જ્યાં અન્ય અજાણ્યા ત્રણ શખ્સો અને આ દિપક પારધી મો.સાયકલમાંથી ઉતરી ‘તારે પેવર બ્લોકનો કોન્ટ્રાક્ટ રાખવો છે’ તેવું મને કહી દિપક પારધી અને સાથેના અજાણ્યા ત્રણ શખ્સો લાકડીઓથી મારવા લાગ્યા અને ત્રણ અજાણ્યા શખ્સમાંથી એક પાસે છરી હોય જે મને બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. લાકડીઓથી બેફામ માર મારતા સમયે રાડા રાડી કરતા આજુબાજુની વાડીએથી લોકો આવી જતા આ ચારેય શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્યુલન્સ આવતા મને લોહી લોહ હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં માથામાં લાકડી લાગવાથી ટાકા લોઢા બાદ એક્સ રે લઇ પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલના બિછાનેથી પોલીસ ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે દિપક પારધી અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button