NATIONAL

કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગને લઇને કરવામાં આવેલી જનહિત અરજી (PIL)ને દિલ્હી હાઇકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે પદ છોડવાનો નિર્ણય કેજરીવાલ પર છોડ્યો છે. કોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરતા કહ્યું કે કેટલીક વખત વ્યક્તિગત હિતથી ઉપર રાષ્ટ્રહિતને રાખવું પડે છે. મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીકર કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જેલમાં બંધ છે. તે જેલમાંથી જ સરકાર ચલાવવા માંગે છે.

એક્ટિંગં ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચે હિન્દૂ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા તરફથી દાખલ કરવામાં આવેલી PILને ફગાવી દીધી છે. ગુપ્તાએ કેજરીવાલની મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડનો હવાલો આપતા પદ પરથી હટાવવાની માંગ કરી હતી. કોર્ટે જનહિત અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તે કેજરીવાલનો મુખ્યમંત્રી પદે રહેવાનો વ્યક્તિગત નિર્ણય હશે. કોર્ટે કેજરીવાલ પર નિર્ણય છોડતા કહ્યું, ‘ક્યારેક-ક્યારેક, વ્યક્તિગત હિતને રાષ્ટ્રના હિતના આધીન રાખવું પડે છે.’

કોર્ટે કહ્યું કે તે આ મુદ્દા પર નિર્ણય નથી લઇ શકતા કે તે દિલ્હીના ગવર્નર અથવા ભારતના રાષ્ટ્રપતિએ કરવાનો છે. કોર્ટે કહ્યું, ‘અમે કેવી રીતે જાહેરાત કરી શકીએ કે સરકાર નથી ચાલી રહી. એલજી આ નિર્ણય લેવામાં પુરી રીતે સક્ષમ છે, તેમણે અમારા ગાઇડન્સની જરૂર નથી. અમે તેમણે સલાહ નથી આપી શકતા. કાયદા અનુસાર તેમણે જે કરવું છે તે કરશે.’ કોર્ટે એમ પણ કહ્યું કે અરજીનું સમાધાન એલજી અથવા રાષ્ટ્રપતિ પાસે છે. કોર્ટે કહ્યું કે અરજી કરનાર તેમને પ્રાર્થના કરી શકે છે. તે બાદ ગુપ્તાએ પોતાની અરજી પરત ખેચી લીધી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે અરવિંદ કેજરીવાલની કથિત લીકર કૌભાંડ સાથે જોડાયેલા મની લૉન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે તિહાડ જેલમાં બંધ છે. એક એપ્રિલે કોર્ટે તેમણે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ભાજપ સતત કેજરીવાલના રાજીનામાની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ મુખ્યમંત્રી પદે બન્યા રહેશે અને જેલમાંથી જ સરકાર ચલાવશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button