
મોરબી જીલ્લાના માધ્યમિક શાળાઓના કર્મચારી મંડળીની ૩૧ મી વાર્ષિક સાધારણ સભા લજાઈ, જોંગ આશ્રમ મુકામે યોજાઈ,

શ્રી મોરબી જીલ્લાના માધ્યમિક શાળાઓના કર્મચારીઓની મંડળીની ૩૨મી વાર્ષિક સાધારણ સાધારણ સભા તા. ૬/૮/૨૩ ના લજાઈ જોગ આશ્રમ મુકામે યોજવામાં આવેલ. જેમાં કાર્યક્રમના અક્ષ સ્થાને મંડળીના પ્રમુખ શ્રી લલીતભાઈ કાવર રહેલ, ઉપરાંત મુખ્ય મહેમાનોમાં રાજકોટ જીલ્લા સહકારી બેન્કના ડીરેકટરો શ્રી અમુભાઈ વિડજા સાહેબ, દલુભાઇ બોડાસાહેબ અને કુંડલીયાસાહેબ તથા બેન્ક મેનેજર શ્રી ભુતસાહેબ, શ્રી કાલરીયા સાહેબ ઉપસ્થિત રહેલ. સાધારણ સભામાં ૧૨૫ થી વધુ સભાસદો હાજર રહ્યા હતા. શ્રી દલુભાઇ અને અમુભાઈ એ સહકારી મંડળીઓના લાભ વિષે કર્મચારીઓને માહિતગાર કર્યા હતા, અને મંડળી દર વર્ષે પ્રગતિ કરે તેવી આશા વ્યકત કરેલ. શ્રી લાલજીભાઈ કગથરા છેલ્લા ૧૨ વર્ષથી મંડળીના પ્રમુખ પદે રહી નિવૃત થયા હતા અને તેઓએ મંડળી ઉતરોતર પ્રગતિ કરે તેવે સુભેચ્છા આપી હતી. ગત વર્ષના વાર્ષિક અહેવાલનું વાંચન શ્રી સંજીવભાઈ જાવિયા એ કરેલ. કાર્યક્રમમાં કર્મચારીઓના સંતાનો કે જેઓએ માર્ચ ૨૦૨૩ ની બોર્ડની પરીક્ષામા શ્રેષ્ઠતમ સિદ્ધિ હાંસલ કરેલ તેઓનું શિલ્ડ, પ્રમાણપત્ર તથા ઇનામ અર્પણ કરી સન્માનિત કરેલ. તથા ગત વર્ષે નિવૃત થયેલ ૧૫ કર્મચારીઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ. અંતે આભારવિધિ નરેન્દ્રભાઈ દેથરીયાએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સંજીવભાઈ જાવિયાએ કરેલ.









