
તા.૨૪ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ઘરઆંગણે જ સરળતાથી નિવારણ થઈ શકે તે માટે. રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાનો “સ્વાગત” કાર્યક્રમ મહેસુલ સેવા સદન, ધોરાજી ખાતે મામલતદારશ્રી એમ.જી.જાડેજાનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

જેમાં હકપત્રકમાં નોધ, રેશનકાર્ડમાં સુધારા-વધારા, નામ કમી સહીતનાં જુદાજુદા વિભાગોના ગ્રામ્ય કક્ષાએ ૦૯ અને તાલુકા કક્ષાએ ૧૩ સહીત રજુ થયેલા કુલ ૨૨ પ્રશ્નોનું ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજા,તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ભાસ્કર, ચીફ ઓફિસરશ્રી જે.વી.મોઢવાડિયા, પોલીસ ઇન્સપેક્ટરશ્રી એ.બી.ગોહિલ તથા સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સુખદ નિરાકરણ આવ્યું હતું. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ સામાન્ય જનતાની સમસ્યાનો ત્વરિત અને સુચારૂ ઉકેલ લાવી નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યો છે.

[wptube id="1252022"]








