NATIONAL

ધો.10ની સાયન્સની બુકમાંથી પીરિયોડિક ટેબલ હટાવતા ખળભળાટ

NCERT એ બાળકો પરનો બોજો ઓછો કરવાની કવાયત અંતર્ગત ધો.10ની વિજ્ઞાનની ચોપડીમાંથી કેમેસ્ટ્રીના પીરિયોડિક ટેબલને હટાવી દીધું છે. પીરિયોડિક ટેબલને કેમેસ્ટ્રીની સમજણ વિકસિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક ગણવામાં આવે છે. તેની મદદથી રાસાયણિક તત્વોનો ક્રમ અને તેની વિશેષતાઓ જેવી ઘણી ચીજો સમજાઈ જાય છે. જોકે આ પગલાના કારણે હાલ એકેડેમિક લાઈન સાથે સંકળાયેલા લોકો, રીસર્ચર અને એક્સપર્ટ્સ ઘણા નાખુશ છે. દેશના લાખો વિદ્યાર્થીઓ પર તેની અસર પડશે.

આ પહેલા એનસીઈઆરટી દ્વારા ધો.9 અને 10ના પુસ્તકોમાંથી ચાર્લ્સ ડાર્વિનના વિકાસના સિદ્ધાંતને હટાવવાની વાતનો પણ ઘણો વિરોધ થયો હતો. જોકે બહાર પાડવામાં આવેલા ઘણા પાઠ્યપુસ્તકોમાં ટેબલ, પ્રદૂષણ અને જળવાયુ સંબંધી ઘણા વિષયો સહિત અન્ય અધ્યાયો પર કાપ મુકવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button