

સાબરકાંઠા…
ઈડર તાલુકા પંચાયત સ્થળ બદલી મામલો ગરમાયો છે.. તાલુકા પંચાયત ખાતે મળનારી સામાન્ય સભામાં તાલુકા પંચાયત અન્ય સ્થળે ખસેડવા ઠરાવ થવાની ચર્ચાને લઇ વિરોધ પક્ષ આક્રમક મુડમાં જૉવા મળી રહ્યુ છે.. તાલુકા પંચાયત ખાતે આવતાં અરજદારોને કોઈપણ અવગણતા ઉભી ન થાય તેમજ શહેરની વરચે આવેલી તાલુકા પંચાયતને અન્ય સ્થળે ન ખસેડવા માંગ કરવામાં આવી રહી છે…
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકા પંચાયત તિરંગા સર્કલ નજીક આવેલી છે.. ઈડર શહેર સહીત તાલુકાનાં ગામડાઓ માંથી આવતાં અરજદારોને હાલાકી ભોગવવી ન પડે તેણે લઇ કૉંગ્રેસ પક્ષ આક્રમક મુડમાં જોવા મળી રહ્યો છે.. તિરંગા સર્કલ ની આસપાસ પ્રાંત કચેરી મામલતદાર કચેરી સહિત તાલુકા પંચાયત આવેલી છે જેમાંથી તાલુકા પંચાયતને અન્ય સ્થળે ખસેડવા પંચાયતમાં આવનાર દિવસોમાં ઠરાવ થવાનો હોવાની ચર્ચાએ ઈડર શહેર સહિત તાલુકા મથકે જોર પકડ્યું છે.. ગામડાઓ માંથી આવતા અરજદારોને કોઈપણ પ્રકારની અવગણતા ઉભી ન થાય તેમજ શહેર વરચે આવેલી તાલુકા પંચાયતની આસપાસ આવેલ વિસ્તાર સૂમસામ ન થાય તેણે લઇ ઈડર શહેર તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા ઈડર પ્રાંત અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.. ઈડર તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલ આશરે ૧૧૦ કરતા પણ ગ્રામ પંચાયતોના અરજદારો કામકાજ અર્થે આવતા હોય છે જોકે પંચાયતની સ્થળ બદલીના સમાચાર સામે સૌકોઈ નિરાશ જૉવા મળી રહ્યા છે…
ઈડર તિરંગા સર્કલ નજીક આવેલી સરકારી કચેરીઓ ખાતે તાલુકા સહિત શહેરી વિસ્તારના અરજદારો કામકાજ અર્થે આવતા હોય છે.. દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં આવતા અરજદારોને ઈડર તિરંગા સર્કલ ખાતે આવેલી પ્રાંત કચેરી મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી માં કોઈપણ પ્રકારનું કામકાજ હોય તો ખાસ કરીને કોઈ મુશ્કેલી પડતી નથી ત્યારે કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે જો આવનાર સમયમાં તાલુકા પંચાયતને જે અન્ય સ્થળે ખસેડવાની વાતચીત ચાલી રહી છે તે મુજબ તાલુકા પંચાયતને ખસેડવામાં આવશે તો કામકાજળ થી આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવી પડે તેમ છે સાથોસાથ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી નજીક હોવાને લીધે અરજદારોને કોઈપણ પ્રકારનું કામ હોય તો નજીક કચેરીઓમાં સમયસર કામ પૂર્ણ થઈ જતું હોય છે.. જોકે તાલુકા પંચાયતને અન્ય સ્થળે ખસેડવાના આવનાર દિવસોમાં ઠરાવ થનાર છે તેની સામે કોંગ્રેસ પક્ષે પ્રજાજનોને જાગૃત થવા તેમજ પંચાયતને અન્ય સ્થળે ન ખસેડવા પણ સોશીયલ મિડીયા દ્રારા આહવાન કરવામાં આવનાર છે.. તિરંગા સર્કલ ખાતે આવેલી સરકારી કચેરીઓ માની એક કચેરીને અન્ય સ્થળે ખસેડવાનાં નિર્ણય સામે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કામકાજ અર્થે આવતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે…
જો આવનાર દિવસોમા ઈડર તાલુકા પંચાયત ખાતે મળનારી સામાન્ય સભામાં પંચાયતને અન્ય સ્થળે ખસેડવા મુદ્દે ઠરાવ કરવામાં આવશે તો ઈડર શહેર તાલુકા કોંગ્રેસ પક્ષ પ્રજાજનો ને જાગૃત કરવા ઢોલનગારા સાથે શહેર તેમજ બજારમાં ફરશે.. જરૂરિયાત પડે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી તાલુકા પંચાયતની સ્થળ બદલી ન કરવાં ઉગ્ર વિરોધ પણ કરવાની પણ એક ચીમકી ઉરચારી છે.. જોકે આવનાર દિવસોમાં ઈડર તાલુકા પંચાયતને દૂર કરવા ઠરાવ થસે કે કેમ અન્યથા ઠરાવ થયાં બાદ ઈડર ખાતે કેવા આંદોલન છેડાશે કે કેમ તે જોવું રહ્યું…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા








