
ગુજરાતમાં 19.5 બિલિયન ડૉલરના રોકાણ સાથે સેમિકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવાની વેદાંતાની યોજનાને તાઈવાની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ફર્મ ફોક્સકોને મોટો ઝટકો આપ્યો છે. આ પ્લાન્ટ માટે ફોક્સકોને વેદાંતા સાથે ભાગીદારી તોડવાની જાહેરાત કરતા જ કંપનીની સાથે સાથે PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ગુજરાત સરકારને પણ મોટો ઝટકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ સેમીકંડક્ટરની મેન્યુફેક્ચરીંગ કંપની ફોક્સકોને ભારતમાં સેમીકંડક્ટર બનાવવા માટે વેદાંતા સાથે કરેલા કરારને તોડવાની જાહેરાત કરી છે. ગત વર્ષે વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 19.5 બિલિયન ડૉલરના રોકાણ સાથે સેમિકંડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી રોયટર્સને ટાંકીને આ અહેવાલો સામે આવ્યા છે. ફોક્સકોને એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી છે.
ગયા વર્ષે વેદાંત તરફથી એક ખુલાસો સામે આવ્યો હતો, જેમાં એવું લાગ્યું કે વેદાંતા પ્રોજેક્ટને હેન્ડલ કરી રહી છે. જોકે ત્યાર કંપનીએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, તે વૉલકૈન ઈન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટને આગળ વધારી રહી છે. ગત અઠવાડિયે શેરબજારના નિયમનકાર સેબીએ ગયા સપ્તાહે વેદાંત પર દંડ લાદવાની જાહેરાત કરી હતી. સેબીએ જણાવ્યું કે, કંપનીને એવું દેખાડવાનો પ્રયાસ કર્યો કે, કંપનીએ ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે, જે નિયમોનું ઉલ્લંઘન છે. શુક્રવારે વેદાંતે કહ્યું હતું કે, તે જોઈન્ટ વેન્ચર હોલ્ડિંગ કંપનીને ટેકઓવર કરશે, જેણે સેમિકન્ડક્ટર બનાવવા માટે ફોક્સકોન સાથે કરાર કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે, તે વૉલકૈન ઈન્વેસ્ટમેન્ટ પાસેથી ડિસ્પ્લે ગ્રાસ મેન્યુફેક્ચરિંગ વેન્ચર પણ હસ્તગત કરશે.






