
ઉત્તરાખંડમાં ફરી એક વખત ધરા ધ્રુજતા લોકોમાં ભય ઉભો થયો છે. આજે સવારે લગભગ 9:52 વાગ્યે ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ડરના કારણે લોકો પોતાના ઘર, ઓફિસ અને દુકાનમાંથી બહાર નીકળી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.3 આંકવામાં આવી છે. જોકે, હજુ કોઈ જાનહાનિના અહેવાન નથી મળ્યા.
ઉત્તરાખંડ રાજ્ય ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. રાજ્યના ઘણા જિલ્લા ભૂકંપની દૃષ્ટિએ ઝોન ચાર અને પાંચમાં આવે છે. આ જ કારણ છે કે, આ જિલ્લાઓમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.
આજે સવારે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 મપાઈ હતી. ભૂકંપના આંચકા ભારે હતા પણ તેનાથી કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી આવ્યા નથી.

[wptube id="1252022"]









