
૬-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન – ૨” કચ્છની સૌથી મોટી ઓપન ડે – નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૨૩/૧૨/૨૦૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૦૫/૧૨/૨૦૨૩ ના ૧૯મા દિવસ ની પ્રથમ ક્રિકેટ મેચ ARSHIFA XI અને MAHADEV XI ટિમ વચ્ચે રમાઇ જેમાં ARSHIFA XI ટિમ વિજેતા થઈ બીજી મેચ MCG JUBLI BHUJ ટીમ અને BAJARANG ઇલેવન વચ્ચે રમાઇ જેમાં MCG JUBLI BHUJ મેચ જીતી હતી ત્રીજી મેચ MIRZAPAR FRIENDS ઇલેવન અને INDIAN ARMY ઇલેવન ટીમ વચ્ચે રમાઇ જેમાં INDIAN ARMY ટિમ ની જીત થઇ હતી. ચોથી મેચ RAJVEER XI ટિમ અને YAUNG BULLET 11 વચ્ચે રમાઇ જેમાં YAUNG BULLET ટીમની જીત થઈ હતી. પાંચમી મેચ ARAJUN 11 અને SAVAGE 11 વચ્ચે રમાઇ જેમાં ARAJUN 11 ટીમ વિજેતા થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન શ્રી બાબુભાઇ ચાવડા અનુસુચિત જાતિ પ્રમુખ નખત્રાણા, શ્રી દિનેશભાઇ પરમાર ન્યાય સમિતિ ચેરમેન, વિષ્ણુભાઈ ચૌધરી પ્રિન્સિપાલ નિરોણા હાઈસ્કુલ, નીતિનભાઇ ઠક્કર કચ્છ વાગડ લોહાણા સમાજ, યોગેશભાઇ ત્રિવેદી, રમેશભાઇ દાફડા મંત્રી ભુજ શહેર બીજેપી, દિનેશભાઇ ઠક્કર મહામંત્રી ભુજ તાલુકા બીજેપી, અનિલભાઇ મહેસાણા, શ્રી મનીષભાઇ બારોટ, મોહનભાઇ ચાવડા, નિલેશભાઇ અને જુરી કમિટીના સભ્યો તથા ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ ક્રિકેટ મેચ નું લાઈવ યુ ટ્યુબ પર ATV Cricket Live દ્વારા પ્રસારણ આપવામાં આવે છે.
તંત્રીશ્રી/પ્રતિનિધીશ્રી
ઉપરોક્ત પ્રેસનોંધ પ્રસિધ્ધ કરવા નમ્ર વિનંતી. – તા: ૦૬/૧૨/૨૦૨૩