NATIONAL

CJI : ‘સમલૈંગિક વિવાહ પર ચુકાદો એ મારા અંતરાત્માનો અવાજ’: CJI

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહ પર ચુકાદો આપ્યો હતો. જેમાં સુપ્રીમ દ્વારા સમલૈંગિક વિવાહને લઇ અસહમતી સાધવામાં આવી હતી. એવામાં આ મામલે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા DY ચંદ્રચુડનું એક નિવેદન સામે આવ્યું છે.  CJI ચંદ્રચુડે જ્યોર્જટાઉન યુનિવર્સિટી લો સેન્ટર, વોશિંગ્ટન ડીસી અને સોસાયટી ફોર ડેમોક્રેટિક રાઈટ્સ , નવી દિલ્હી દ્વારા બંધારણીય કાયદાની ચર્ચામાં આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, બંધારણીય મહત્વના મુદ્દાઓ પર આપવામાં આવેલા નિર્ણયો ઘણીવાર “અંતરાત્માનો અવાજ” હોય છે અને તે સમલૈંગિક લગ્નના કેસમાં તેમના લઘુમતી નિર્ણયને સમર્થન મળ્યું છે.

સમલૈંગિક વિવાહ પર વાત કરતા DY ચંદ્રચુડે કહ્યું કે, કેટલાક નિર્ણયો તમારા અંતરાત્મા અને બંધારણનો મત હોય છે અને મેં જે કહ્યું તેના પર હું કાયમ છું. તેમના નિર્ણયને સમજાવતા, CJIએ કહ્યું, “હું મારા નિર્ણય સાથે લઘુમતીમાં હતો જ્યાં હું માનતો હતો કે તે સમલિંગી યુગલો દત્તક લઈ શકે છે પરંતુ મારા ત્રણ સાથીઓએ આ નિર્ણયથી અસંમત હતા તેમના મુજબ સમલૈંગિક યુગલોને દત્તક લેવાની મંજૂરી ન આપવી એ ભેદભાવપૂર્ણ છે પરંતુ તે સંસદે નક્કી કરવાનું છે.

જ્યારે CJI અને જસ્ટિસ એસકે કૌલ સમલૈંગિક સંબંધોને માન્યતા આપવાની તરફેણમાં હતા, ત્યારે બેન્ચના બાકીના ત્રણ ન્યાયાધીશોનો અલગ મત હતો. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે પોતાના નિર્ણયમાં દેશમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી નિર્ણય આપતા કહ્યું કે, લગ્ન એ મૂળભૂત અધિકાર નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સમલૈંગિક વિવાહના કાયદા સાથે સંબંધિત  નિર્ણય સંસદ પર મૂકવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button