NATIONAL

શું તમારા પેન કાર્ડનો દુરુપયોગ તો નથી થઈ રહ્યોને? આવી રીતે કરો ચેક

પેન નંબર (PAN Number) એ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરેલ 10 અંકોનો  યુનિક આલ્ફાબેટિક (Unique Alphanumeric) નંબર છે. પેન (PAN) નંબર લેમિનેટેડ પ્લાસ્ટિક કાર્ડના રૂપમાં આપવામાં આવે છે. જે પેન કાર્ડ (PAN Card) ધારકના તમામ ટ્રાન્ઝેક્શનને ડિપાર્ટમેન્ટ સાથે ઓળખવા / લિંક કરવામાં સક્ષમ બનાવે છે. આ ટ્રાન્જેક્શનમાં ટેક્સ ચુકવણી, TDS/TCS ક્રેડિટ, ઈનકમ ટેક્સ રિટર્ન, ઉલ્લેખિત વ્યવહાર, પત્રવ્યવહાર વગેરેનો સમાવેશ થાય છે.

પેન કાર્ડ ધારકોની માહિતીની સરળ પુનઃપ્રાપ્તિ અને પેન કાર્ડ ધારકના વિવિધ ઈનવેસ્ટમેન્ટ, ઉધાર અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓના મેચિંગની સુવિધા આપે છે. જો કે, એવા કિસ્સાઓ છે કે લોકોના પેનકાર્ડનો દુરુપયોગ અથવા અન્ય લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે.

છેતરપિંડીથી બચવા માટે હિસ્ટ્રી ચેક કરતા રહો
તમારે તમારા પેનની હિસ્ટ્રી નિયમિતપણે તપાસતા રહેવું જોઈએ જેથી કરીને ખાતરી કરી શકાય કે કોઈ તેનો દુરુપયોગ તો નથી કરી રહ્યું ને.. આમ કરવાથી તમે દુરુપયોગને રોકી શકો છો.

  • આ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઓનલાઇન પોર્ટલ દ્વારા અથવા ડિપાર્ટમેન્ટનો સીધો સંપર્ક કરીને તપાસી શકાય છે.
  • તમે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને તમારા પેનકાર્ડની હિસ્ટ્રી ચકાસી શકો છો.
  • તમારે પોર્ટલ પર એક એકાઉન્ટ બનાવવું પડશે અને તમારા પેનકાર્ડ (Pan Card) નંબર અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને લોગ ઇન કરવું પડશે.
  • તમે તમારા પેનકાર્ડ (Pan Card) ની વિગતો જોઈ શકો છો, જેમાં કોઈપણ વ્યવહાર અથવા તેમાં થયેલા ફેરફારોનો સમાવેશ થાય છે.
  • તમારા PAN કાર્ડના કોઈપણ અનધિકૃત ઉપયોગને ઓળખવામાં અને સ્થિતિ સુધારવા માટે પગલાં ભરવામાં તમારી મદદ મળી રહે છે

[wptube id="1252022"]
Back to top button