GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર 181 ટીમે લુણાવાડા તાલુકાના ગામની પરણીતાને દોઢ વર્ષનું બાળક અપાવી સરાહનીય કામગીરી કરી.

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર 181 ટીમે લુણાવાડા તાલુકાના ગામની પરણીતાને દોઢ વર્ષનું બાળક અપાવી સરાહનીય કામગીરી કરી.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ગામડાની પીડિત પરણીતાએ 181 મહિલા હેલ્પલાઇનની મદદ માગી. મહીસાગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે પૂછપરછ કરતા જણાવેલ કે મારો દોઢ વર્ષનો દીકરો સાસરીયા વાળા એ લઈ લીધો છે મને આપતા નથી તથા પતિને અન્ય સ્ત્રી સાથે અફેર છે તે પોતાની સાથે સારો વ્યવહાર કરતા નથી અપશબ્દો બોલે અને અપમાનિત કરે છે. તથા જેઠ પણ હાથ ઉપાડે છે અને ઘરમાંથી નીકળી જવાની ધમકી આપી છે સાસુ પણ વારંવાર ઝઘડો કરી માનસિક ત્રાસ આપે છે પરણીતાપિયરના માણસો લઈને દીકરો લેવા માટે આવ્યા હતા તો સાસરીવાળાએ તેમનો દીકરો સંતાડી દીધો હતો તથા તને દીકરો મળશે નહીં જેમ આવી હોય એમ તેમ પાછી નીકળી જા તેવી ધમકી આપતા હતા પરણીતા પણ સાસરીમાં રહેવાનું ના પાડતા હતા આથી તેમને સાસરીના માણસોને સમજાવી દોઢ વર્ષનું બાળક અપાવેલ તથા પરણીતા અને બાળકને પિયરમાં સહી સલામત સોંપેલ તથા તેમને કાયદાકીય જાણકારી આપી હતી પરણીતાને પોતાનું બાળક પોતાની પાસે આવતા 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]
Back to top button