
સાગબારા ના દોધનવાડી પાસે વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ખેરના લાકડા ઝડપી પાડયા
તાહિર મેમણ : 07/06/2024- સાગબારા તાલુકાના દોધનવાડી ગામ પાસે થી વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ખેરના લાકડા ઝડપી પાડયા હતા જ્યારે અંધારાનો લાભ લઇ લાકડાચોર ગાયબ થઈ ગયો હતો. જેની શોધખોળ વનવિભાગે આદરી છે.
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના સાગબારા વન વિભાગને જંગલ ચોરીના લાકડા વાહતુક થવાના ગુપ્ત બાતમી આધારે .વી.જી.બારીયા આર.એફ.ઓ., તથા એસ.એ.પટેલ રા.ફો.પાટલામહુ, એમ.કે.વસાવા રા.ફો.દેવમોગરા, કે.એન.વસાવા તથા રેન્જનાં સ્ટાફ સાથે દોધનવાડી ગામ પાસે નાકાબંધી ગોઠવી સવારે ૬:૦૦ વાગ્યા ની આસપાસ ખેરના લાકડા ભરી વાહતુક થતો પીકઅપ ટેમ્પો આવતા ઉભો રાખવાનો પ્રયત્ન કરતા વાહન ચાલક દ્વારા વાહનને પૂર ઝડપે હંકારી જતા અને તેનો સાગબારા વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા થોડી દૂર જતા પીકઅપ વાહનમાં કંઈ ખામી આવી જતા વાહન ઉભું કરી ડ્રાઇવર ભાગી છૂટવામાં સફળ થયો હતો,તેમજ બિન વારીશ પીકઅપ ટેમ્પોની તલાસી લેતા તેમાં જંગલ ચોરીના તાજા હાથ ઘડતરીના ખેરના તાજા કાપેલા લાકડા જોતા બિનવારસી વાહન નંબર GJ.16 X.3962 પકડી રેન્જ કચેરીએ લાવી તપાસ કરી મુદ્દામાલની ગણતરી કરતા ખેર નંગ 50 ઘ.મી.0.975 જેની અંદાજિત કિંમત રૂ.44,000/- તથા પીકઅપ ટેમ્પો નંબર GJ.16 X.3962 જેની અંદાજિત કિંમત રૂ.2,50,000/- આમ કુલ મળી વન વિભાગ ની ટીમે રૂા.2,94,000/- કિંમત નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.