GUJARATHALOLPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૫.૮.૨૦૨૩

રાજ્યની મહિલાઓ સામાજીક,આર્થિક,માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામા આવ્યા છે. સર્વાગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વિગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયત હોલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઇ હતી.કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ પરત્વે જાગૃતિ સેમિનારની ઉજવણી, ICDSની કચેરી ઘોઘંબા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિતોને ૧૮૧ અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેમ કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે તેમજ પંચમહાલ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેંદ્રો જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.મહિલા કર્મયોગી દિવસની ઉજવણી અન્વયે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ પરત્વે જાગૃતિ થીમ આધારીત નાટક રજુ કરવામાં આવ્યું હતું. આ સાથે યોજનાઓના IECનું વિતરણ પણ કરાયું હતું.આ કાર્યક્રમમાં CDPO રમીલાબેન ખાંટ, હેતલબેન પટેલ,દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન તરાળ, DHEW મહેશભાઇ કામરોલા, ૧૮૧ અભયમ ટીમ, OSC ટીમ, PBSC ટીમ, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનના કર્મચારીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button