NATIONAL

ચૂંટણી બોન્ડ વડે સૌથી વધુ 6 હજાર કરોડથી વધુ રૂપિયા ભાજપે મેળવ્યાં

ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મેળવીને તેને વટાવવામાં બીજા ક્રમે તૃણમૂલ કોંગ્રેસ રહી

આખરે ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મેળવેલી ચૂંટણી બોન્ડની વિગતો ડેડલાઈનથી એક દિવસ પહેલાં જ તેની વેબસાઈટ પર જાહેર કરી દીધી. આ વિગતોનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે ચૂંટણી બોન્ડ વડે સૌથી વધુ 6 હજાર કરોડથી વધુ રૂપિયા ભાજપે મેળવ્યાં છે. તેણે ચૂંટણી બોન્ડને વટાવીને આ રકમ મેળવી હતી. ચૂંટણી બોન્ડ દ્વારા ફંડ મેળવીને તેને વટાવવામાં બીજા ક્રમે તૃણમૂલ કોંગ્રેસ રહી છે. તેણે કુલ 1600 કરોડ રૂપિયાથી વધુના બોન્ડ વટાવ્યાં હતાં. જ્યારે આ યાદી અનુસાર ત્રીજા ક્રમે કોંગ્રેસ 1421 કરોડ, ચોથા ક્રમે બીઆરએસ 1214 કરોડ, પાંચમાં ક્રમે બીજેડી 775 કરોડ, છઠ્ઠા ક્રમે ડીએમકે 639 કરોડ, સાતમા ક્રમે વાયએસઆર કોંગ્રેસ 337 કરોડ, આઠમા ક્રમે ટીડીપી 218 કરોડ, નવમાં ક્રમે શિવસેના 158 કરોડ અને દસમાં ક્રમે આરજેડીએ 72.50 કરોડ રૂપિયા મેળવ્યાં હતા.

પક્ષ દાન (કરોડમાં)
ભાજપ 6,060
તૃણમૂલ કોંગ્રેસ 1,609
કોંગ્રેસ 1,421
બીઆરએસ 1,214
બીજેડી 775
ડીએમકે 639
YSR કોંગ્રેસ 337
ટીડીપી 218
શિવસેના 158
આરજેડી 72.5

 

ચૂંટણી બોન્ડ દ્વારા ખોબે ખોબે દાન આપનારા ટોચના 10 દાન દાતા કંપનીઓમાં ટોચના ક્રમે ફ્યૂચર ગેમિંગ કંપની છે જેણે કુલ 1350 કરોડથી વધુની રકમના ચૂંટણી બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન કર્યા હતા. ત્યાર બાદ બીજા ક્રમે મેઘા એન્જિનિયરિંગએ 980 કરોડ, ક્વિક સપ્લાય ચેઈને 410 કરોડ, વેદાંતા લિ.એ 400 કરોડ, હલ્દિયા એનર્જીએ 377 કરોડ, ભારતી ગ્રૂપે 247 કરોડ, એસ્સેલ માઈનિંગે 224 કરોડ, પ.યુપી. પાવર કોર્પોરેશને 194 કરોડ, કેવેટનર ફૂડ પાર્કે 194 કરોડ અને મદનલાલ લિ.એ 185 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદીને દાન કર્યા હતા.

 

કંપની દાન (કરોડમાં)
ફ્યૂચર ગેમિંગ 1,368
મેઘા એન્જિનિયરિંગ 980
ક્વિક સપ્લાય ચેઈન 410
વેદાંતા લિ. 400
હલ્દિયા એનર્જી 377
ભારતી ગ્રૂપ 247
એસ્સેલ માઈનિંગ 224
પ.યુપી. પાવર કોર્પોરેશન 220
કેવેટનર ફૂડ પાર્ક 194
મદનલાલ લિ. 185

 

સુપ્રીમકોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી. તે સમયે સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડની જાણકારી ગુપ્ત રાખવી એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. આ મામલો સુપ્રીમકોર્ટમાં આઠ વર્ષથી ચાલતો હતો. આ ચુકાદાની હવે મોટી અસર લોકસભા ચૂંટણી પર ચોક્કસ જોવા મળી શકે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button